GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

બેટી બચાવોની વાત કરનાર સરકાર હવે બળાત્કારી આસારામને પૂજવા લાગી!, શુભેચ્છા સંદેશ પાઠવ્યો

એક બાજુ સરકાર બેટી બચાવો અને બેટી પઢાવોની વાત કરી રહી છે અને બીજી તરફ બાળકી પર રેપ કરનાર લોકોને પોતે કાર્યક્રમોમાં બોલાવે છે. જુઓ આ ગુજરાતનાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહનો કિસ્સો. બળાત્કારના આરોપમાં જેલમાં સજા ભોગવી રહેલા આસારામ ફરી ચર્ચામાં છે. આ વખતે આસારામે કાઇ નથી કર્યું પરંતું રૂપાણી સરકારના એક મંત્રીએ આસારામ ભક્તી વ્યક્ત કરી છે. આસારામના આશ્રમને ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહે શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. આ શુભેચ્છા સંદેશને લઇને હાલ રાજ્યમાં વિવાદ થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ અમદાવાદ કોર્પોરેશન દ્વારા આયોજીત પુસ્તક મેળામાં આસારામના પુસ્તકો માટે સ્ટોલ ફાળવવામાં આવ્યો હતો, જેને લઇને અનેક સવાલો ઉઠ્યા હતા. બીજી બાજુ શુભેચ્છા પત્ર અંગે કોંગ્રેસના પ્રવક્તા મનિશ દોષીએ કહ્યું કે આસારામના કાળા કામોમાં ભાજપની સંડોવણી છે. આથી મંત્રી દ્વારા લખાયેલા આ શુભેચ્છા પત્ર અંગે ખુલાસો કરવો જોઇએ.

રિપોર્ટ પ્રમાણે ભાજપના વરિષ્ઠ નેતા અને રૂપાણી કેબિનેટમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પોતાના ઓફિશિય લેટર પેર પર આસારામના આશ્રમની સંસ્થા યોગ વિદાંત સેવા સમિતિને શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. આ સંદેશમાં ભૂપેન્દ્રસિંહે લખ્યું કે માતા-પિતા અને ગુરુની સેવા કરનાર ચિર આદરણીય અને પૂજનીય છે. ભારતીય સંસ્કૃતિમાં માતૃદેવો ભવઃ પિતૃદેવો ભવઃ આચાર્ય દેવો ભવઃ સૂત્ર દરેકને પ્રેરિત કરે છે.

14મી ફેબ્રુઆરીએ માતૃ-પિતૃ દિવસ ની ઉજવણી થવાની છે આથી શિક્ષણ મંત્રી ચુડાસમાએ આસારામ આશ્રમને શુભેચ્છા સંદેશો પાઠવ્યો છે. જેમાં કહ્યું છે કે માતા-પિતા અને ગુરુની સેવા કરનારા આદરણીય બની જાય છે. શિક્ષણ મંત્રીના આવા સંદેશાની જાણ અન્ય મંત્રીઓને પણ થઈ ગઈ છે તેમજ ભાજપના નેતાઓ અને કાર્યકરોને પણ ખબર પડી ગઈ છે જેને લઈને સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો છે.

જેમાં જણાવ્યું છે કે આસારામ બાપુ માટે શા માટે પ્રેમ ઉભરાયો છે તેની કોઈને ખબર પડતી નથી. સોશિયલ મીડિયા પર લોકો બળાપો ઠાલવતા લખાણ લખી રહ્યા છે જેમાં એક યુવાને ખૂબ જ આક્રોશ વ્યક્ત કરી લખ્યું છે કે એક બળાત્કારી અને ખૂન કેસ તથા ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાની મિલકત વસાવનારા ઢોંગી આસારામ બાપુના આશ્રમ પર શુભેચ્છા સંદેશો મોકલી ને શિક્ષણ મંત્રી પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે.

READ ALSO

Related posts

અન્ડર -19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટને કર્યો ઘટસ્ફોટ, કોઈ ટીમ માટે નથી રમતું પરંતુ બધા સ્વાર્થી

Harshad Patel

ડી વીલિયર્સના ડાન્સ અંગે ચહલે કમેન્ટ કરવી પડી ભારે, મળ્યો ઠપકો

Mansi Patel

ટેલિવિઝન ક્વિન એકતા કપૂર સામે સુરત અને ઈન્દોરમાં નોંધાય ફરિયાદ, ફિલ્મમાં આર્મીને ખોટી રીતે ચિતરવામાં આવી હોવાનો આક્ષેપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!