કોરોના કાળમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા વાલીઓ સામે ખાનગી શાળાઓ સ્કૂલ ચાલુ ન હોવા છતાં ફી માંગી રહ્યા છે જેની ગુજરાત સરકાર સેજ પણ દરકાર કરતી ન હોય તેમ જણાઈ રહ્યું છે.
ગુજરાત સરકાર જાણે ખાનગી શાળાઓને છાવરી રહી હોય તેમ વાલીઓના હિતોના રક્ષણના દેખાડા કરી રહી છે. પાડોશી રાજ્ય રાજસ્થાનમાં જ્યાં જ્યાં સુધી સ્કૂલો શરૂ ન થાય ત્યાં સુધી ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી એક રૂપિયો પણ ના લઇ શકે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ, ગુજરાતમાં તો સાવ ઉંધી ગંગા વહી રહી છે. ગુજરાતના શિક્ષણ મંત્રી જાને ખાનગી શાળાઓને છાવરતા હોય તેમ પોતાની અનુકૂળતા મુજબ ફી ભરવા કહ્યું છે.


સરકાર ખુદ શાળા સંચાલકોને છાવરી રહી હોવાની સાબિતી ખુદ સંચાલક મંડળે આપ્યો છે. જે પ્રકારે અમદાવાદ સહીત ગુજરાતની ખાનગી શાળાઓના સંચાલક મંડળે શિક્ષણ મંત્રી ચુડાસમાને પત્ર લખી વાલીઓ પાસે ફી ઉઘરાવવા છૂટ આપવા મદદ માંગી હતી. તેને જોતા સ્પષ્ટ થાય છે કે જો સરકાર શાળા સંચાલકોને છાવરતી ન હોય તો સંચાલકો પાસે આ પ્રકારનો પત્ર લખવાની હિમ્મત જ ન આવે.
વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતની ઠગારી વાતો કરતી સરકારે જે રીતે ફી નિર્ધારણના નામે સંચાલકોને ભાવતું ભોજન આપ્યું હતું અને હજુ પણ ફી ઉઘરાવવા મામલે શિક્ષણ વિભાગ સંચાલકો સામે કડકાઈથી વાત સુદ્ધા નથી કરી શકાતું, તે જોઈને જ શાળા સંચાલકો બેધડક સરકાર સમક્ષ ફી ઉઘરાવવા માટે મદદ માંગી રહ્યા છે.
સમગ્ર પરિસ્થિતિમાં કોઈ સૌથી વધુ પિસાતું હોય તો તે વાલીઓ જ છે. કોરોના કાળમાં આર્થિકરીતે વાલીઓ પાયમાલ થઇ ગયા છે, માંડ ગુજરાન ચાલતું હોય તેમાં સંતાનોની સ્કૂલો શરૂ ન થવા છતાં શાળા સંચાલકો દ્વારા એનકેન પ્રકારે ફી ઉઘરાવવા માટેના આદેશો આપવામાં આવે છે. વાસ્તવમાં કહીયે તો ફી ઉઘરાવવા માટે રીતસરના બ્લેકમેલ કરવામાં આવે છે.
સરકાર સમક્ષ રજૂઆતો કરવા છતાં વાલીઓની મદદની પોકાર સિક્કાઓનો રણકાર સાંભળી સાંભળીને બહેરી થઇ ગયેલ સરકારના કાને પડતી નથી. જો, બહેરી સરકારની નિષ્ક્રિયતા અને નપુંસકતાથી કંટાળીને જો રોડ પર આવી આંદોલન કરવા ઈચ્છે તો સરકારના પ્યાદાઓ સમાન પોલીસની કાર્યવાહીની સાથે સાથે કોરોના સંકટના ભોગ બનવાનો પણ ભય રહે છે.
તેમ છતાં, રાજ્ય સરકારના પેટનું પાણી પણ હલતું નથી ને શાળા સંચાલકોને ખોલે બેસાડી દીધા છે જેને કારણે હાલ તો વાલીઓમાં સરકાર પ્રત્યે અને શિક્ષણ વિભાગ પ્રત્યે નિરાષા અને આક્રોશ ફેલાયો છે.
રાજસ્થાન સરકારે લિકો ક્રાંતિકારી નિર્ણય
તાજેતરમાં રાજસ્થાનમાં ખાનગી શાળા સંચાલકોના ગાલ પર તમાચો મારતો નિર્ણય લઇ વાલીઓને મોટી રાહત આપવામાં આવી. રાજસ્થાનના શિક્ષણ મંત્રી ગોવિંદસિંહ ડેટાસરાનો એક વિડીયો સોશ્યલ મીડિયામાં ખાસ્સો વાયરલ થઇ રહ્યો છે. જેમાં, તેઓ ખાનગી શાળા સંચાલકોના કાં મરોળતાં હોય તેમ જણાવી રહ્યા છે કે અભ્યાસક્રમની ખબર નથી, સ્કૂલો ક્યારે શરૂ થશે તેની ખબર નથી. તો તમે ફી શેના માટે માંગી રહ્યા છો? વિડીયો પર થી એક વાત તો સ્પષ્ટ થઇ ગઈ છે કે રાજસ્થાન સરકાર દ્વારા શાળા સંચાલકો સમક્ષ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે જ્યાં સુધી સ્કૂલો શરૂ ન થાય ત્યાં સુધી કોઈ પ્રકારની ફીલ વાલીઓ પાસેથી તેઓ નહીં લઇ શકે.
સંચાલકોનું સરકાર પર દબાણ
ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે જ્યાં બે દિવસ પહેલા વાલીઓને ફીમાં રાહત આપવાની સહાનુભૂતિ આપી હતી તો બીજી બાજુ અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળ દ્વારા વાલીઓ પાસેથી સંપૂર્ણ ફી ઉઘરાવવા માટે સરકાર પાસે મદદ માંગવા માટે પટ લખ્યો હતો. બીજા શબ્દો માં કહીયે તો પરોક્ષ રીતે સરકાર પર દબાણ કરવામાં આવ્યું હતું,
READ MORE:
- ટ્રેનમાં મુસાફરી કરતા સામાન ઉઠાવવાની ઝંઝટમાંથી મળશે છુટકારો, રેલવેએ શરૂ કરી આ નવી સુવિધા
- એલાન એ જંગ/ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર, 21 ફેબ્રુઆરીથી બે તબક્કામાં યોજાશે ચૂંટણી
- સુરત/ ગોપીપુરા વિસ્તારમાં સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ ઉજવાઈ, ચોકનું કરાયું નામકરણ
- મોંઘવારીનો માર જીલવા થઈ જાવ તૈયાર, Budget 2021માં પેટ્રોલ-ડિઝલ પર પ્રતિ લિટર 1 રૂપિયાનો કોવિડ સેસની તૈયારી
- Budget 2021: નોકરીયાત હોય કે બેરોજગાર વ્યક્તિ, આ ટેક્સ ફરજિયાત આપવો પડશે, જાણો શા માટે છે જરૂરી