GSTV

શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય / ધોરણ 10માં બેઝિક ગણિતમાં પાસ થનાર વિદ્યાર્થીઓને મોટી રાહત, અપાઇ આ છૂટછાટ

students

Last Updated on December 3, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યાં છે. શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ-10માં ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક એમ બે પ્રકારના વિકલ્પ આપવા અંગે મહત્વનો પરિપત્ર બહાર પડાયો છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, જે વિદ્યાર્થી ધોરણ 10માં બેઝિક ગણિત રાખશે તે ધો.૧૧ વિજ્ઞાન પ્રવાહમાં માત્ર ‘B’ ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે પરંતુ “A” અથવા “AB” ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે નહીં.

પરંતુ ધોરણ 10માં ગણિત બેઝિકમાં પાસ થનાર જે પણ વિદ્યાર્થી જો ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં ‘A’ અથવા તો ‘AB’ ગ્રુપમાં પ્રવેશ મેળવવા માંગતો હોય તો પહેલા પૂરક પરીક્ષામાં ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કરી ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં ‘A’ અથવા તો ‘AB’ ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે.

જાણો પહેલા શું નિયમ હતો?

ધોરણ 10માં પરીક્ષામાં 2 વિકલ્પ આપવામાં આવે છે જેમાં બેઝિક ગણિત સાયન્સ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિત વિકલ્પ પસંદ કરી શકે છે. પરંતુ જો કોઈ વિદ્યાર્થી ધોરણ 10માં બેઝિક ગણિત રાખે અને તે 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવા ઈચ્છતો હોય તો પહેલાના ઠરાવ અનુસાર તે પ્રવેશ મેળવી શકતો ન હોતો. તદુપરાંત જો પાસ થયો હોય તો તેણે ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ માટે જુલાઇ માસની ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા ફરજિયાત આપવી પડતી.

જાણો શું હોય છે A,B અને AB ગ્રુપ?

A ગ્રુપ : આની અંદર વિજ્ઞાનના વિષયો, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓ એન્જીનિયરિંગના અભ્યાસ માટે આગળ જઈ શકે છે.

B ગ્રુપ : આમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓ બાયોલોજી સબજેક્ટ હોવાના કારણે મેડિકલ, ફાર્મસી ક્ષેત્રે પ્રવેશ મેળવી શકે છે.

AB ગ્રુપ : આમાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી એમ તમામ વિષય સમાવેશ થાય છે. જેમાં એન્જીનિયરિંગ અને મેડિકલ એમ બંને ક્ષેત્રમાં જવાની તકો માટે આ ગ્રુપ પસંદગી કરે છે.

READ ALSO :

Related posts

ધંધુકા મર્ડર કેસમાં મોટો ખુલાસો: આરોપી મૌલાના ઇસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે સંકળાયેલા હોવાનું આવ્યું સામે, કટ્ટરવાદી સ્પીચ આપી યુવકોને ભડકાવતો

GSTV Web Desk

ગુજરાત ભરમાં હોબાળા : ધંધૂકા, રાધનપુર બાદ આજે રાજકોટમાં ધંધૂકાવાળી થતાં રહી ગઈ, પોલીસતંત્ર રહે એલર્ટ

GSTV Web Desk

માઈ ભક્તો માટે ખુશખબર: આ તારીખથી ખુલશે અંબાજી મંદિરના દ્વાર, ઓનલાઇન બુકિંગ ફરજિયાત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!