GSTV

નહી લંબાવાય વેકેશન: 8 જૂનથી સ્કૂલો શરૂ, પ્રવેશ પ્રક્રિયા માટે લેવાયો આ નિર્ણય

સ્કૂલ

Last Updated on June 6, 2020 by Bansari

કોરોનાની હાલની સ્થિતિ અને ભવિષ્યની અનિશ્ચિત સ્થિતિને જોતા અંતે રાજ્ય સરકારે સ્કૂલોમાં વેકેશન ન લંબાવાવનો નિર્ણય કર્યો છે. 8મી જુનથી રાબેતા મુજબ નવુ શૈક્ષણિક વર્ષ શરૂ થશે અને 8મી જુનથી રાબેતા મુજબ સ્કૂલો પણ શરૂ થશે પરંતુ વિદ્યાર્થીઓને નહી બોલાવાય એટલે કે ક્લાસરૂમ એજ્યુકેશન નહી થાય. પ્રથમ સત્રની શરૂઆત સંપર્ણપણે હોમ ઈલર્નિંગ એટલેકે ઘરબેઠા અભ્યાસથી જ થશે.

વિદ્યાર્થીઓ વિના શરૂ થશે સ્કૂલ

કેન્દ્ર સરકારે સ્કૂલો-કોલેજો શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડયો છે ત્યારે અનલોક-1 હેઠળ રાજ્ય સરકાર નવુ શૈક્ષણિક સત્ર રાબેતામુજબ શરૂ કરવા જઈ રહી છે. કોલેજો જ્યાં 21 જુનથી વિદ્યાર્થીઓ વગર શરૂ થનાર છે ત્યાં હવે 8મી જુનથી સ્કૂલો પણ વિદ્યાર્થીઓ વગર શરૂ થનાર છે. રાજ્યની સ્કૂલોમાં વેકેશનને લઈને છેલ્લા બે દિવસથી શિક્ષણ વિભાગની બેઠકો ચાલી રહી છે અને જેમાં અગાઉ અધિકારીઓ સાથે બેઠક બાદ શિક્ષણમંત્રીએ આજે રાજ્યના તમામ શૈક્ષણિક મંડળો સાથે બેઠક કરી હતી.જો કે આ બેઠકમાં જ્યાં સૌથી વધુ કોરોનાના કેસ છે તેવા અમદાવાદના જ શિક્ષણ મંડળોને બોલાવવામા આવ્યા ન હતા.જેથી તેને લઈને મંડળોમાં રોષ છે. મંડળો સાથેની બેઠક બાદ સરકારે 8મી જુનથી રાબેતા મુજબ નવુ શૈક્ષણિક વર્ષ 2020-21 શરૂ કરી દેવાનું જાહેર કર્યુ છે.

ધોરણ-1માં પ્રવેશ

15મી જૂનથી હોમ-ઇ લર્નિંગ

સરકારે આજે સ્કૂલો શરૂ કરવા અને હોમ ઈ-લર્નિંગ બાબતે વિધિવત ઠરાવ પણ કરી દીધો છે. જે મુજબ 15મી જુનથી સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો ઉપરાંત ડીડી ગિરનાર ચેનલ પર શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત થશે.આ માટે જીસીઈઆરટી અને ગુજરાત બોર્ડ દ્વારા કાર્યક્રમ જાહેર કરાશે. 8મી જુનથી પ્રાથમિકથી માંડી ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી-ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં નવુ સત્ર શરૂ થઈ જશે અને 8મી જુનથી સરકારી-કોર્પોરેશન સ્કૂલો માટે પાઠય પુસ્તકનું વિતરણ કરાશે.સ્કૂલોને 13મી જુન સુધીમાં વિદ્યાર્થીઓને મફત પાઠય પુસ્તકોનુ વિતરણ કરી દેવા સૂચના અપાઈ છે. જ્યારે 8મી જુનથી ધો.1 અને ધો.9માં નવા પ્રવેશ માટે કાર્યાવાહી શરૂ થશે અને ડાયસ પર નવા પ્રવેશની નોંધણી પ્રક્રિયા શરૂ થશે.સરકારના ઠરાવમા જણાવ્યા મુજબ30 જુન સુધી વિદ્યાર્થીઓએ સ્કૂલે જવાનુ નથી પરંતુ જુલાઈમાં પણ ક્લાસરૂમ એજ્યુકેશન કયારે શરૂ થશે તે નક્કી નથી. જો કે આચાર્ય,શિક્ષકો સહિતના તમામ સ્ટાફને 8મી જુનથી રાબેતામુજબ હાજર રહેવા આદેશ કરાયો છે.

Read Also

Related posts

5G ટેકનોલોજી સામે કેસ કરનારી જૂહી ચાવલા પાસેથી 20 લાખની માંગ, જાણો શું છે સમગ્ર મામલો

Damini Patel

ભૂલકાઓને સાચવજો/ કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોના સંક્રમિત થવાનું જોખમ વધ્યું, અમદાવાદમાં આટલા બાળકો હોસ્પિટલમાં દાખલ

Bansari

ભારતમાં ખેડૂતોને ઘઉં પર સબસિડી આપવા સામે અમેરિકાએ વિરોધ નોંધાવ્યો, ડબ્લ્યુટીઓમાં કરશે ફરિયાદ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!