GSTV
Home » News » બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને લઈને ગુજરાત શિક્ષણ બોર્ડે કરી આ જાહેરાત

બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને લઈને ગુજરાત શિક્ષણ બોર્ડે કરી આ જાહેરાત

ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થી, વાલીઓ અને શાળાના માર્ગદર્શન માટે સ્પષ્ટતા કરી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. તેઓની માર્ચ 2020માં યોજાનારી પરીક્ષામાં જૂના અભ્યાસ ક્રમ પ્રમાણે પરીક્ષા આપી શકશે. બોર્ડે રજૂ કરેલી અખબારી યાદી પ્રમાણે ધોરણ 12, વિજ્ઞાન પ્રવાહ ઉ.મા.પ્ર. પરીક્ષા, માર્ચ – 2019 તેમજ જુલાઇ પૂર પરીક્ષા 2019માં પરીક્ષા આપેલી હોય અને અનુતિર્ણ થયા હોય તેવા (સેમેસ્ટર પદ્ધતિ સિવાયના) વિદ્યાર્થીઓની માર્ચ-2020માં જૂના અભ્યાક્રમ મુજબ એટલે કે માર્ચ-2019 પરીક્ષામાં અમલી હતો તે અભ્યાસ ક્રમ મુજબ પરીક્ષા લેવામાં આવશે.

આ ઉપરાંત પૂરતી તકો તેમજ વધારાની તક આપવા છતાંય ઉત્તિર્ણ થઇ શક્યા ન હોય તેવા સેમેન્સટર પદ્ધતિવાળા વિદ્યાર્થીઓએ માર્ચ-2020માં નવા અભ્યાસક્રમ મુજબની પરીક્ષા આપવાની રહેશે. માર્ચ તેમજ જુલાઇ 2019 પૂરક પરીક્ષામાં ઉત્તિર્ણ હોવા છતાં પરિણામ જમા કરાવી પુનઃ પરીક્ષાર્થી તરીકે માર્ચ -2020માં બેસનાર છે તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા પણ જૂના અભ્યાસક્રમ મુજબ જ એટલે કે માર્ચ 2019 પરીક્ષામાં અમલી હોય તે મુજબ અભ્યાસક્રમ મુજબ લેવાશે. આ વિદ્યાર્થીઓએ જૂના અભ્યાસક્રમ મુજબ પ્રાયોગિક પરીક્ષા પણ આપવાની રહેશે.

READ ALSO

Related posts

બાપ રે ! આવી રીતે પણ બને છે દૂધ ? શૈમ્પુ અને કેમિકલથી બનતા દૂધનો ગોરખધંધો

Pravin Makwana

બારડોલીમાં બે જૂથો વચ્ચે મારામારી થતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા

Nilesh Jethva

BSNLના નવા પ્રીપેડ પ્લાનમાં મળી રહ્યો છે 168GB ડેટા, જાણો તેની વિગતો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!