GSTV

ગુજરાત શિક્ષણ બોર્ડના પેપર- રિઝલ્ટ દસ્તાવેજ સાચવવા 24 કરોડનાં ખર્ચે બનશે સ્ટ્રોંગ રૂમ

ગુજરાત સરકારે ગુજરાત શિક્ષણ બોર્ડ માટે અલાયદુ એક્ઝામ-રિઝલ્ટ સ્ટ્રોંગ બિલ્ડીંગ બે વર્ષ પહેલા બજેટમાં મંજૂર કર્યુ હતુ ત્યારે મંજૂરીના અઢી વર્ષ બાદ અંતે આજે શિક્ષણમંત્રીના હસ્તે સ્ટ્રોંગરૂમ બિલ્ડીંગનું શિલાન્યાસ કરવામા આવ્યો છે. પેપરો-માર્કશીટ સાચવવાથી માંડી રિઝલ્ટ પ્રોસ્ેસિંગ માટેનું આ સેન્ટર 24 કરોડના ખર્ચે તૈયાર થશે. ગુજરાત શિક્ષણ બોર્ડની સ્થાપના થઈ અને જાહેર બોર્ડ પરીક્ષા લેવાનુ શરૂ થયુ ત્યારથી એટલે કે 60 વર્ષથી બોર્ડ પાસે પોતાનું અલાયદુ સ્ટ્રોંગરૂમ બિલ્ડીંગ નથી.

60 વર્ષથી બોર્ડ પાસે પોતાનું અલાયદુ સ્ટ્રોંગરૂમ બિલ્ડીંગ નથી

દર વર્ષે ધો.10-12ની અને ગુજકેટ સહિતની લાખો વિદ્યાર્થીઓની પરીક્ષામાં બોર્ડે પ્રશ્નપત્રોની સાચવણી, સુરક્ષા,ઉત્તરવહીઓની સાચવણી તેમજ મૂલ્યાંકન બાદ પરિણામની ડેટા એન્ટ્રીથી માંડી પ્રોસેસિંગ સહિતની તમામ કામગીરી માટે સ્કૂલોને ભાડે રાખવી પડે છે. પરીક્ષા બાદ બોર્ડે ત્રણ મહિના સુધી ઉત્તરવહીઓ પણ સાચવવાની હોઈ જુનમાં સ્કૂલો શરૂ થતા મોટી મુશ્કેલી પણ ઉભી થતી હોય છે.

અલાયદુ સ્ટ્રોંગરૂમ બિલ્ડીંગ અને રીઝલ્ટ પ્રોસેસિંગ સેન્ટર બનશે

ઉપરાંત દર વર્ષે બોર્ડને મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોથી માંડી પાલા કેન્દ્રો, સ્ટ્રોંગ રૂમ સહિતની તમામ કામગીરી માટે ભાડામાં એક કરોડ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. બોર્ડને હવે બે વર્ષ બાદ આ તમામ ઝંઝટમાંથી અને ભાડા ખર્ચમાંથી મુક્તિ મળશે.ગુજરાત બોર્ડની ગાંધીનગરની હાલ કચેરી નજીક સરકારે અગાઉ મંજૂર કરેલ સ્કૂલ મેદાનની 9825 ચો.મીટર જગ્યામાં 24 કરોડના ખર્ચે  આ અલાયદુ સ્ટ્રોંગરૂમ બિલ્ડીંગ અને રીઝલ્ટ પ્રોસેસિંગ સેન્ટર બનશે.

1960માં બોર્ડની પ્રથમ પરીક્ષા 27962 વિદ્યાર્થીએ આપી હતી

ગુજરાત શિક્ષણ બોર્ડની સ્થાપના 1060માં થઈ હતી અને તે  સમયે વડોદરામાં બોર્ડની મુખ્ય કચેરી હતી. બોર્ડની પ્રથમ પરીક્ષા 1960માં લેવાઈ હતી અને આ પરીક્ષા હતી ધો.11-ઓલ્ડ એસ.સી.સીની .જેમાં 27962 વિદ્યાર્થી બેઠા હતા. હાલ 60 વર્ષ બાદ ધો.10-12 સાયન્સ, આર્ટસ, કોમર્સની અને ગુજકેટથી માંડી પ્રખરતા શોધ કસોટી અને પુરક પરીક્ષાઓમાં 25 લાખથી વધુ  વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે.

READ ALSO

Related posts

કોરોનાકાળમાં યોજાયા અનોખા લગ્ન : સાડા પાંચ ફૂટની ઉંચાઈ ધરાવતી પ્રજ્ઞાચક્ષુ યુવતીના લગ્ન થયા 3 ફૂટના શિક્ષક સાથે

Nilesh Jethva

પિંક રંગની બિકિની પહેરીને પૂલમાં પોઝ આપતી જોવા મળી રશ્મિ દેસાઇ, સોશ્યલ મીડિયામાં લગાવી દીધી આગ

Karan

રાજ્યમાં 462 કોરોના વોરિયર્સ આવ્યા મહામારીની ઝપેટમાં, મૃત્યુદર 1.02 ટકાથી વદીને 4 ટકાએ પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!