GSTV
Gujarat Government Advertisement

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈમાં લેવાયેલી પૂરક પરીક્ષાનું પરિણામ કરાયુ જાહેર

Last Updated on July 30, 2019 by Mansi Patel

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈમાં લેવાયેલી પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 10નું પરિણામ માત્ર 9.04 ટકા આવ્યું છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 56.56 ટકા આવ્યું છે. પરિણામથી અસંતોષ હોય તો વિદ્યાર્થીઓ 7 ઓગષ્ટ સુધી ગુણ ચકાસણી માટે બોર્ડની કચેરીએ રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા અરજી કરી શકશે.

જુલાઈ 2019માં ધોરણ 10-12ની પૂરક પરીક્ષા લેવાઈ હતી.જેમાં ધોરણ 10માં 75, 365 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. તેમાંથી 64, 814 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 10માં માત્ર 6,063 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. જેમાં 9 ટકા વિદ્યાર્થીઓ જ્યારે 10 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. 1,296 દિવ્યાંગો પૈકી 290 પાસ થયા છે. સૌથી વધુ પરિણામ સુરતનું જ્યારે સૌથી ઓછું પરિણામ અરવલ્લી જિલ્લાનું આવ્યું છે.

ગુજરાતી માધ્યમનું 8.82 જ્યારે અંગ્રેજી માધ્યમનું 17.75 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 1,02,616 વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા હતા. જેમાંથી 80,399 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં 45,470 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ધોરણ 12નું કુલ 56.56 ટકા પરિણામ આવ્યું છે. જેમાં 54 ટકા વિદ્યાર્થીઓ જ્યારે 58 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે.

પૂરક પરીક્ષાનું પરિણામ 

ધોરણ ૧૦

  • ૯.૦૪ ટકા પરિણામ
  • ૬,૦૬૩ વિદ્યાર્થીઓ પાસ
  • ૨૯૦ દિવ્યાંગ પરીક્ષાર્થીઓ પાસ

પૂરક પરીક્ષાનું પરિણામ 

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ

  • ૫૬.૫૬ ટકા પરિણામ
  • ૪૫,૪૭૦ વિદ્યાર્થીઓ પાસ
  • સુરત કેન્દ્રનું સૌથી વધુ ૧૩.૫૩ ટકા પરિણામ
  • અરવલ્લી કેન્દ્રનું સૌથી ઓછુ ૩.૯૮ ટકા
Gujarat Government Advertisement

Related posts

સાચવજો/ સમાજની બેઠકોમાં મનફાવે તેવા નિર્ણયો લેતા હો તો ચેતજો, હાઈકોર્ટ બગડી આપ્યા આ નિર્દેશો

Damini Patel

Covid-19 Test/ હવે મોબાઈલ ફોનથી થશે કોરોનાનો સસ્તો અને ઝડપી ટેસ્ટ, જાણો કેવી રીતે કરશે કામ

Damini Patel

સોના-ચાંદીના ભાવ: 10,000 રૂપિયે સસ્તુ મળી રહ્યુ છે હાલમાં સોનું, જાણો અલગ અલગ શહેરમાં શું ચાલી રહ્યા છે રેટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!