GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

શું વાત છે.. અડીખમ અને ઉચ્ચ શિક્ષણનો ફુગ્ગો ફુટ્યો? રાજ્યની 700 શાળા ચાલે છે માત્ર એક જ શિક્ષકથી, વિકાસના ધોધમાં શિક્ષણ વહી ગયું?

ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતના નારા હેઠળ રાજ્યમાં શિક્ષણની વરવી વાસ્તવીકતા સામે આવે છે. રાજ્યની 700 શાળામાં શિક્ષકોની ઘટ હોવાનો સ્વીકાર સરકારે વિધાનસભામાં કર્યો છે.  રાજ્યકક્ષાના પ્રધાન બ્રિજેશ મેરજાના ગામની શાળામાં આજે એક પણ શિક્ષક નથી. રાજ્યની 700 શાળા એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક છે. રાજ્યમાં સૌથી વધારે કચ્છ જિલ્લામાં 100 જેટલી પ્રાથમિક શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક છે. રાજ્યમાં 86 જેટલી સરકારી શાળાઓ બંધ કરાઈ છે.  રાજ્યમાં 491 શાળાઓને એવી છે જેને મર્જ કરવામાં આવી છે. સૌથી વધુ જામનગર જિલ્લામાં 144 શાળાઓ મર્જ કરવામાં આવી. અને અમરેલીમાં 9 અને ગીર સોમનાથ જિલ્લામાં 8 સરકારી શાળાઓ બંધ કરવામાં આવી છે.

શાળા

વિપક્ષે રાજ્ય સરકારને ધારદાર સવાલો કર્યા

વિપક્ષે રાજ્ય સરકારને ધારદાર સવાલો કર્યા હતા. જેમાં રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં વ્યાયમ શિક્ષકની ભરતી છેલ્લે જીલ્લાકક્ષાએથી વર્ષ ૨૦૦૭-૨૦૦૮માં થતી હતી જ્યારે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વ્યાયામ વિષયને વૈકલ્પિક ગણીને જીલ્લા કક્ષાએથી કાર્યભારને ધ્યાને લઈને ભરતી પ્રક્રિયા હાધ ધરવામાં આવે છે.રાજ્યમાં બિનસરકારી અનુદાનિત (ગ્રાન્ટેડ) કોલેજની સંખ્યા ૩૫૮ છે, આ કોલેજોમાં શારીરિક તાલીમ પ્રશિક્ષક(પી.ટી.આઈ.)ની ૨૮૩ જગ્યાઓ મંજુર થયેલ છે તે પૈકી ૧૩૭ ભરાયેલ છે અને ૧૪૬ જગ્યાઓ ખાલી છે.

પીટીઆઈના શિક્ષકો વગર રમશે?

પીટીઆઈની ભરતી છેલ્લે ૨૦૧૧માં કરવામાં આવેલ એટલે કે ૫૦ટકા કરતાં વધુ જગ્યાઓ ખાલી હોવા છતાં આ ભરતી ૧૦ વર્ષથી કરવામાં આવતી નથી. રમે ગુજરાત-ખેલે ગુજરાત-જીતે ગુજરાત પરંતુ પીટીઆઈના શિક્ષકો વગર રમશે? આ સળગતા સવાલો વિપક્ષે ગૃહમાં સરકાર સામે કર્યા હતા.

BJP CONGRESS

વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકાર નો ખુલાસો

તાલુકા શિક્ષણ અધિકારીઓની જગ્યાઓ ખાલી પડી છે,છેલ્લા 2 વર્ષની પરિસ્થિતિએ 93 જગ્યાઓ ખાલી થઈ છે, તો બીજી તરફ કેળવણી નિરીક્ષકોની જગ્યાઓની 563 જગ્યાઓ પણ ખાલી. સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં 8 જેટલી જગ્યાઓ તાલુકા શિક્ષણ અધિકારીની જગ્યાઓ ખાલી થઈ છે. ઉલ્લેખનીય છે કે કેળવણી નિરીક્ષકમાં 17 જિલ્લામાં એક પણ જગ્યાઓ ભરાયેલ નથી. રાજ્યમાં એક જ શિક્ષકથી પ્રાથમિક શાળાઓ કાર્યરત છે. વિધાનસભા ગૃહમાં 700 જેટલી પ્રાથમિક શાળાઓ એક જ શિક્ષકથી કાર્યરત હોવાનું સરકારે સ્વીકાર્યું છે.

teacher


કચ્છ જિલ્લામાં 100 જેટલી પ્રાથમિક શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક કાર્યરત છે. રાજ્યમાં 86 જેટલી સરકારી શાળાઓ બંધ કરવામાં આવી છે, અને 491 શાળાઓને મર્જ કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ જામનગર જિલ્લામાં 144 શાળાઓ મર્જ કરવામાં આવી છે. તો અમરેલીમાં 9 અને ગીર સોમનાથ જીલામાં 8 સરકારી શાળાઓ બંધ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

રાજકોટ પોલીસે બે અલગ અલગ વિસ્તારોમાં જુગાર અને ક્રિકેટના સટ્ટા રમતા લોકો પર દરોડા પાડીને મુદ્દામાલ સાથે મહિલાઓનો ઝડપી

pratikshah

BIG NEWS: દિલ્હીમાં PM મોદીના વિરોધમાં ‘Poster War’ પોલીસે દાખલ કરી 44 FIR

pratikshah

ચેતી જજો! રાજ્યમાં ઘાતક કોરોનાનો કહેર વધ્યો! અમદાવાદ શહેરના નદી પારના વિસ્તારોમાં કેસોમાં ચિંતાજનક વધારો

pratikshah
GSTV