GSTV

એક લિટર દૂધની કિંમત રૂપિયા 7000, ગુજરાતની આ ગધેડીના દૂધની છે ભારે માગ

બકરી, ભેસ, ગાય, ઉંટના દૂધનુ તો લોકો ભરપૂર સેવન કરી રહ્યાં છે પણ હવે રોગપ્રતિકારક શક્તિને વધુ મજબૂત કરી શકે તેવા ગુણો ધરાવતું અને દવાના ખજાના સમાન ગધેડીના દૂધની ડિમાન્ડ વધી રહી છે. પહેલી નજરે તો માનવામાં ન આવે પણ જામનગરના હાલાર પંથકમાં પહેલીવાર હાલારી ગધેડીનુ એક લિટર દૂધ રૂા.7 હજારની કિંમતે વેચાયું છે. ગધેડીનું દૂધ આટલી ઉંચી કિમતે વેચાયું હોય તેવી ગુજરાતની આ પ્રથમ ઘટના બની છે.

ગુજરાતમાં જામનગર જિલ્લામાં હાલારી ગધેડાની પ્રજાતિ જોવા મળે છે. થોડાક વખત પહેલાં જ એનઆરસીઇએ હિસ્સારમાં હાલારી ગધેડીના દૂધની ડેરી શરૂ કરવા નક્કી કર્યુ છે. આ સંસ્થાએ ગુજરાતમાંથી હાલારી પ્રજાતિની દસેક ગધેડી સુદ્ધા મંગાવી છે. અત્યારે તેનુ બ્રિડીંગ પણ ચાલી રહ્યું છે.

અત્યાર સુધી ગધેડીના દૂધ વિશે લોકોને જાણકારી જ ન હતી. પણ ગધેડીના દૂધ પર સંશોધન થયા બાદ તેના લાભ વિશે લોકો જાણતા થયાં અને હવે આ દૂધની માંગ વધી છે. બજારમાં હાલમાં ગધેડીનું લિટર દૂધ રૂા. 7 હજારમાં વેચાઇ રહ્યું છે. કરનાલમાં નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટયુટના વૈજ્ઞાનિકોની પણ રિસર્ચ માટે મદદ લેવામાં આવી રહી છે. આ દરમિયાન, જામનગરથી 40 કિમી દૂર આવેલાં ગરેડિયા ગામમાં માલધારી વશરામભાઇ ટોંગાભાઇ છેલ્લા ત્રણેક પેઢીથી હાલારી ગધેડા રાખી પશુપાલનનો વ્યવસાય કરે છે. હાલ તેમની પાસે 40 નર-માદા હાલારી ગધેડી છે.

વશરામભાઇનુ કહેવું છે કે, બે ત્રણ દિવસ પહેલાં જ મધ્યપ્રદેશથી એક વ્યક્તિ અમારી પાસે આવી હતી અને તેમણે ગધેડીનુ લિટર માંગ્યુ હતું. મોટાભાગે જામનગર જિલ્લામાં માલધારીઓ ગધેડીના દૂધનો ઉપયોગ જ કરવામાં આવતો નથી. કયાંક કોઇક બાળરોગના ઇલાજ માટે દૂધ લેવા આવે તો માલધારીઓ તેના પૈસા લેતા નથી. કદાચ પહેલીવાર એવુ બન્યું છે કે, ગધેડીનું એક લિટર દૂધ રૂપિયા સાત હજારમાં વેચાયું હોય.

ગધેડીના દૂધની ખાસિયત શું છે ?

ગધેડીના દૂધથી કયારેય એલર્જી થતી નથી. નાના બાળકોને થતા ઉંટાટિયુ જેવા રોગમાં આ દૂધ અકસીર ઇલાજ છે. ગધેડીના દૂધમાં એન્ટી ઓક્સિડન્ટ તત્વો ખૂબ જ છે. ફેટનું પ્રમાણ નહિવત છે. ગધેડીનુ દૂધ પીવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. કેન્સર, એલર્જી અને મેદસ્વીપણુ હોય તો ગધેડીનું દૂધ રામબાણ ઇલાજ છે. આ દૂધમાં ઇજિયો નામનુ તત્વ છે તે ચામડીની તંદુરસ્તી જ નહીં, સુંદરતા વધારે છે. ગધેડીના દૂધમાંથી સાબુ, શેમ્પુ , બોડી લોશન સહિત બ્યુટી પ્રોડક્ટસ બને છે.

READ ALSO

Related posts

સુરત કલેક્ટર કચેરી બહાર મહિલાએ મચાવ્યો હોબાળો, લોકડાઉન દરમિયાન પતિ ગેરપ્રવૃતિ કરાવતો હોવાનો આરોપ

Nilesh Jethva

ખેડૂત આંદોલન પર ટિપ્પણી કરવા બદલ કેનેડિયન PMથી નારાજ ભારત, હાઈકમિશનને આપ્યું સમન્સ

Pravin Makwana

સરહદી પંથક વાવના પાડણ ગામે ઉઠ્યો પાણીનો પોકાર, કેનાલ હોવા છતાં ખેડૂતોને નથી મળતું પાણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!