GSTV

ગુજરાતમાં કોરોનાથી તબીબો અને આરોગ્યકર્મીઓને મોટું જોખમ, દેશમાં બીજા નંબરે છે રાજ્ય

રાજકોટ

કોરોના મહામારીની જંગમાં ઢાલની જેમ ઉભા રહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સ એટલે તબીબો અને હોસ્પિટલ સ્ટાફમાં પણ કોરોનાની દહેશત જોવા મળે છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધી 14 તબીબો-આરોગ્ય કર્મીઓએ કોરોનાથી મોત થયા છે.

કોરોનાથી ડૉકટર-આરોગ્યકર્મીના મૃત્યુ મામલે ગુજરાત મહારાષ્ટ્ર બાદ બીજા ક્રમે છે. કોરોનાથી કેટલા ડૉકટર-આરોગ્યકર્મીના મૃત્યુ થયા તેની માહિતી આરોગ્ય મંત્રાલય પાસે જ નથી. શુક્રવારે લોકસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં આરોગ્ય પ્રધાને કહ્યુ કે, કેટલા આરોગ્ય કર્મીઓને કોરોના થયો અને મોતને ભેટ્યા તે અંગેનો ડેટા કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યો નથી. પરંતુ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળના ઈન્સ્યોરન્સના આધારે કેન્દ્ર સરકારે અહેવાલ આપ્યો છે. જેમાં ગુજરાત મહારાષ્ટ્ર બાદ બીજાક્રમે છે.

કોરોનાથી તબીબ-આરોગ્યકર્મીના મોત

મહારાષ્ટ્ર

  • ડોકટર 06
  • નર્સિંગ સ્ટાફ 03
  • અન્ય 12
  • કુલ 21
કોરોના

ગુજરાત

  • ડોકટર 05
  • નર્સિંગ સ્ટાફ 06
  • આશા વર્કર 02
  • અન્ય 01
  • કુલ 14

પશ્ચિમ બંગાળ

  • ડોકટર 04
  • નર્સિંગ સ્ટાફ 04
  • આશા વર્કર 02
  • અન્ય 04
  • કુલ 14

આંધ્રપ્રદેશ

  • ડોકટર 05
  • નર્સિંગ સ્ટાફ 05
  • આશા વર્કર 01
  • અન્ય 01
  • કુલ 12

તમિલનાડુ

  • ડોકટર 05
  • નર્સિંગ સ્ટાફ 03
  • અન્ય 02
  • કુલ 10

READ ALSO

Related posts

32 ગાયકોના અવાજમાં ગીત ગાઈ સૌને મંત્રમુગ્ધ કરનારા મહેશ કનોડિયાના નિધન પર વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

Pravin Makwana

જૂનાગઢ : પ્રથમ દિવસે જ રોપ વેની ટિકિટના ભાવ શાંભળી ઠંડી ચઢી ગઈ, મુસાફરોએ કહ્યું- કમાણીનું સાધન છે રોપ વે

Nilesh Jethva

હે રામ ! દહન થાય તે પહેલા જ કોઈ કરી ગયુ રાવણનું અપહરણ, પૂતળૂ ઉઠાવી ગઈ પબ્લિક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!