રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે શુક્રવારે કહ્યું કે, સંવિધાન, ધર્મનિરપેક્ષતા અને કાનૂન ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી હિન્દૂ બહુસંખ્યક છે અને સમુદાયનું અલ્પસંખ્યપ થઇ ગયા પછી કઈ નહિ બચે. નીતિન પટેલે ગાંધીનગરમાં ભારત માતા મંદિરમાં આ વાત કહી, એને રાજ્યમાં ભારત માતાનું પહેલું મંદિર માનવામાં આવી રહ્યું છે.
વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પર કહ્યું કે આપણા દેશમાં કેટલાક લોકો સંવિધાન, ધર્મનિરપેક્ષતાની ઘણી વાતો કરે છે. પરંતુ હું તમને જાણવું છું અને તમે આ વિડીયો રેકોર્ડ કરવા ઈચ્છો તો કરી લો. મારા શબ્દોનો નોટ કરી લો. જે પણ લોકો સંવિધાન, ધર્મનિરપેક્ષતા અને કાનૂનની વાત કરે છે, એવું ત્યા સુધી થશે જ્યાં સુધી દેશમાં હિન્દૂ બહુસંખ્યક છે. જે દિવસે હિન્દુઓની સંખ્યા ઘટવા લાગી અને બીજાથી વધવા લાગી, ત્યાર પછી ના ધર્મનિરપેક્ષતા, ના લોકસભા, ના સંવિધાન બચશે. બધું હવામાં ઉડાવી દેવામાં આવશે, દફન કરી દેવામાં આવશે. કઈ નહિ બચે.

લાખો મુસ્લિમો દેશભક્ત
આ દરમિયાન ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત VHP અને RSS ના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. ડેપ્યુટી સીએમે વધુમાં કહ્યું કે હું દરેકની વાત નથી કરી રહ્યો. મારે પણ સ્પષ્ટતા કરવી જોઈએ. લાખો મુસ્લિમો દેશ ભક્તો છે, લાખો ખ્રિસ્તીઓ દેશભક્ત છે. ગુજરાત પોલીસ દળમાં હજારો મુસ્લિમો છે. તેઓ બધા દેશભક્ત છે.
ધર્માંતરણ વિરોધી કાયદો
નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના વિવાદાસ્પદ ધર્માંતરણ વિરોધી કાયદા – ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટ 2021 વિશે ચર્ચા કરી. લગ્ન દ્વારા બળજબરીથી ધર્મપરિવર્તન અટકાવવા સરકારે આ કાયદો બનાવ્યો હતો. આ કાયદાની જોગવાઈઓની બંધારણીયતાને પડકારતી કેટલીક અરજીઓ પછી, કાયદાના અમુક વિભાગોને હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. ગુજરાત સરકારનું કહેવું છે કે તે આ મામલે સુપ્રીમ કોર્ટમાં જશે.

હિન્દુ છોકરા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે
પટેલે કહ્યું કે તેમને જાણવા મળ્યું છે કે આ કાયદાને પડકારતી રિટ અરજી એક સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે હું તે સંસ્થાને પૂછવા માંગુ છું કે જો હિન્દુ છોકરીઓ હિન્દુ સાથે લગ્ન કરે, મુસ્લિમ છોકરીઓ મુસ્લિમ સાથે લગ્ન કરે, ખ્રિસ્તી છોકરીઓ ખ્રિસ્તીઓ સાથે લગ્ન કરે. જો શીખ છોકરીઓ શીખ સાથે લગ્ન કરે છે તો તેમની સમસ્યા શું છે. હું સ્પષ્ટ કરું કે જો કોઈ હિન્દુ છોકરો કોઈ નિર્દોષ મુસ્લિમ છોકરી સાથે છેતરપિંડી કરીને લગ્ન કરે તો આ કાયદો તેને પણ લાગુ પડે છે. તો આ કાયદો કોઈ ખાસ ધર્મ માટે નથી.
Read Also
- ઉનાળામાં તમને પણ હૃદયમાં બળતરા અને ખાટા ઓડકારની સમસ્યા છે તો આ રીતોથી સમસ્યા કરો દૂર
- Crime News/ સુહાગરાતના દિવસે કન્યાએ આપ્યું માસિક ધર્મનું બહાનું, પતિને રાહ જોવડાવી કર્યો મોટો કાંડ
- પ્લાસ્ટિકની બોટલનું નહીં પણ માટીના વાસણનું પાણી પીવો, તમને એક પછી એક ઘણા જબરદસ્ત ફાયદા થશે
- Cost Cutting Drive: Google નું ખર્ચ ઘટાડો અભિયાન, છટણી બાદ કર્મચારીઓને મળતાં ભથ્થા પર ફેરવાશે કાતર
- Sleep Mask/ શું તમે પણ કરો છો ફેસ માસ્કનો ઉપયોગ, જાણી લો તેના નુકસાન