GSTV

BIG NEWS / ગુજરાતમાં પણ હવે ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રી, જાણી લો દર્દીની હાલમાં શું છે સ્થિતિ

Last Updated on June 25, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રી થઈ છે. રાજ્યમાં ડેલ્ટા પ્લસના બે કેસો નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ડેલ્ટા પ્લસની ગુજરાતમાં એન્ટ્રી અંગે માહિતી આપી છે. જેથી રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ડેલ્ટા પ્લસ વાયરસના કેસ પર સતત ધ્યાન રાખવામાં આવી રહ્યુંં છે. વડોદરા અને સુરત શહેરમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના બે કેસ નોંધાયા છે. જે બંને દર્દી સાજા થઈ ગયા છે. વડોદરાના દર્દી અન્ય રાજ્યમાંથી આવ્યા હતા. તો સુરતના દર્દી સ્થાનિક છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ 70 ટકા ગતિથી ફેલાય છે. ત્યારે ડેલ્ટા પ્લસના બે કેસ નોંધાતા રાજ્ય સરકાર પણ એલર્ટ બની છે.

દેશમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસો ઝડપથી વધી રહ્યાં છે. દેશના 6 રાજ્યોમાં 40 કેસો નોંધાયા છે. મહારાષ્ટ્ર આ જીવલેણ વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. જમ્મુ-કાશ્મીર અને તમિલનાડુમાં પણ કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસો નોંધાયા છે.

મહારાષ્ટ્રના આ જિલ્લાઓને કરાયા એલર્ટ

મહારાષ્ટ્રમાં વધી રહેલા કોવિડ કટોકટી વચ્ચે રાજ્ય સરકારે રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, સતારા, સાંગલી, કોલ્હાપુર અને હિંગોલીમાં વધારાની તકેદારી રાખવા સૂચના આપી છે. સ્થાનિક અધિકારીઓને આ સ્થળોએ મહત્તમ સુરક્ષા સુનિશ્ચિત કરવા સુચના આપવામાં આવી છે.

કોરોના

રાજ્યમાં હાલમાં કોરોનાના 4427 એક્ટિવ કેસ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાનાં સંક્રમણનાં વળતા પાણી થતા જોવા મળી રહ્યા છે, રાજ્યમાં આજે 129 નવા કેસ નોંધાયા અને 2 લોકોના મોત થયા જ્યારે રાજ્યમાં હાલ 4427 એક્ટિવ કેસ છે. જેમાંથી 51 લોકો વેન્ટિલેટર પર છે. 4376 દર્દીઓની હાલત સ્થિર છે. 808418 લોકો ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10042 એ પહોંચ્યો છે, રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,22,887 થઇ છે, હાલ રાજ્યમાં રિકવરી રેટ 98.24 ટકા થયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

BIG BREAKING/ આસામ-મિઝોરમ સરહદ પર હિંસા: આસામ પોલીસના 6 જવાનના મોત, બંને રાજ્યોના સીએમ પણ બગડ્યા

Zainul Ansari

મેઘો અનરાધાર: રાજ્યમાં સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, હજી ચાર દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત

pratik shah

ચેતી જજો: રાજ્યમાં ખતરનાક કપ્પા વેરિએન્ટ અને ડેલ્ટા વેરિએન્ટનો પગ પેસારો, બને ત્યાં સુધી બિનજરૂરી બહાર જવાનું ટાળજો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!