GSTV

ખેડૂતો દેવાદાર / ગુજરાતમાં ખેડૂતનું સરેરાશ દેવું રૂા. 38,100 : આટલા ખેડૂતોના માથે બેન્કનો બોજો, ડબલ આવક માત્ર સપનાં

Last Updated on July 30, 2021 by Dhruv Brahmbhatt

એક બાજુ સરકાર એવાં દાવા કરી રહી છે કે, ખેડૂતોની આવક બમણી થઇ જશે પણ બીજી બાજુ કડવી વાસ્તવિકતા એ છેકે, ખેડૂતોએ ખેતી કરવા માટે ય બેંક લોન લેવા મજબૂર થવું પડ્યું છે. અનેક વિધ કૃષિ યોજના હોવા છતાંય ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ સુધરી નથી. એક રિપોર્ટ મુજબ, ગુજરાતમાં ખેડૂતનું સરેરાશ દેવું રૂા.38,100 છે. નોંધનીય છેકે, સંસદમાં જ ખેડૂતોની લોનના આંકડા સાથે વિગત રજૂ કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના ખેડૂતોના માથે હાલ કુલ મળીને રૂા. 90695.25 કરોડ છે.

ગુજરાતમાં ગ્રામિણ ક્ષેત્રમાં 39.30 લાખ કુટુંબો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હતાં

ગુજરાતમાં ગ્રામિણ ક્ષેત્રમાં કુલ 58.71 લાખ કુટુંબો હતાં તે પૈકી 39.30 લાખ કુટુંબો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હતાં. એક રિપોર્ટ મુજબ, ખેડૂતોની માથાદીઠ આવકમાં પંજાબ, હરિયાણા અને કેરાલા બાદ ગુજરાત ચોથા ક્રમે છે. ગુજરાતના ખેડૂતના માસિક આવક રૂા.11,899 છે. રાજ્યમાં 42.6 ટકા ખેડૂતોએ લોન લીધી છે. 16.74 લાખ ખેડૂતોએ ખેતીના વ્યવસાય માટે બેંક લોન લીધી છે. રાજ્યની બેંકોમાં ખેડૂતોના કુલ મળીને 43,45,798 બેંક ખાતા છે.

0.01 હેક્ટર કરતાં ય ઓછી જમીન ધરાવતા ખેડૂતનું દેવુ રૂા.6900 છે જયારે 0.01થી માંડીને 0.40 હેકટર જમીન ધારક ખેડૂતનું દેવુ રૂા.12 હજાર છે. આ જ પ્રમાણે, 0.41થી માંડી 0.40 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતનું દેવું રૂા.24.700 થયું છે.

money

ખાતરથી માંડીને જંતુનાશક દવા, ખેત મજૂરી સહિતનો ખર્ચ થયો મોંઘો

1 હેક્ટરથી માંડીને 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતની બેંક લોનનું દેવું રૂા.31 હજાર છે. 2 હેક્ટરથી 4 હેકટર જમીન ધરાવતાં ખેડૂતનું દેવુ રૂા.82 હજાર અને 4થી 10 હેક્ટર સુધીની જમીન ધરાવતાં ખેડૂતનું બેંક દેવું રૂા.1.14 લાખ છે. આજે ખેતી કરવી ય મોંઘી બની છે કેમ કે, ખાતરથી માંડીને જંતુનાશક દવા, ખેત મજૂરી સહિતનો ખર્ચ મોંઘો થયો છે. ઉત્પાદન પાછળ ખર્ચ કરાય છે પણ પુરતું વળતર ય મળતું નથી જેથી ખેડૂત દેવાદાર બન્યો છે.

કેન્દ્રના કૃષિ મંત્રાલયના વર્ષ 2016-17ના રિપોર્ટ મુજબ, ગુજરાતના ખેડૂતોને કુલ 33864.46 કરોડની ક્રોપ લોન અપાઇ હતી. જયારે રૂા.20412.70 કરોડ ટર્મ લોન અપાઇ હતી.

ખેડૂતો

કૃષિ લોન માફ કરવાના મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજનીતી રમાઇ રહી છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ખેડૂતોની લોન માફ કરવાનો વાયદો કરાયો હતો.પણ કેન્દ્ર સરકારે સંસદ સ્પષ્ટ ખુલાસો કર્યો કે, હાલ ખેડૂતોની લોન માફ કરવાની કોઇ યોજના નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!