ગુજરાતમાં દારૂબંધી માત્રને માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના ચાંદખેડામાં મહાપાલિકા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં દર્દીઓની સારવાર કરનાર તબીબ દારૂના નશામા જોવા મળ્યો હતો. નશો કરેલી હાલતમાં તબીબ કઈ રીતે દર્દીની સારવાર કરી શકે તે સવાલ ઉઠી રહ્યો છે.
- એએમસી સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર દારૂના નશામાં જોવા મળ્યા
- ચાંદખેડા અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર દારૂના નશામાં
- નશો કરેલ ડોક્ટર કઈ રીતે દર્દીની સારવાર કરી શકે?…. ડો બ્રિજેશ કટારાને અગાઉ પણ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે નોટિસ
ઉલ્લેખનીય છે કે ચાંદખેડાના અર્બન હેલ્થ સેન્ટરનો તબીબ બ્રિજેશ કટારાને અગાઉ પણ કોર્પોરેશ નોટીસ આપી ચૂક્યુ છે. પરંતુ આ નોટીસની કંઈપણ પરવા કર્યા વગર ફરી વખત એ જ તબીબ નશામાં ચકચૂર હોવાનું સામે આવ્યુ છે. તો બીજી તરફ કોર્પોરેશન ફક્ત ને ફક્ત નોટીસ જ આપશે કે પછી સખ્ત કાર્યવાહી કરશે તે હવે જોવાનું રહ્યું છે.
READ ALSO
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’
- નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો