GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાતમાં ત્રણ દિવસ વાવાઝોડાની આગાહી, દરિયો નહીં ખેડવા માછીમારોને ચેતવણી

 ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી તીવ્ર પવન, ધૂળ ઉડાડતો વંટોળિયો ફૂંકાવાની અને પર્ટીક્યુલેટ મેટર્સનું (બારીક રજકણો)નું પ્રદુષણ  વધવાની આગાહી કરાઈ છે તો રાજ્યના ઉત્તરીય ભાગમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયામાં 60  કિ.મી. સુધી પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને તા. 29 સુધી દરિયો નહીં ખેડવા મૌસમ વિભાગે ચેતવણી જારી કરી છે.

રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ગઈકાલથી શરૂ થવા સાથે છૂટાછવાયા સ્થળે વરસાદી ઝાપટાંનો આરંભ

રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ગઈકાલથી શરૂ થવા સાથે છૂટાછવાયા સ્થળે વરસાદી ઝાપટાંનો આરંભ થયો છે અને તે સાથે તીવ્ર પવનની પણ આગાહી થઈ છે. સૌરાષ્ટ્રના પોરબંદર, નવલખી, જામનગર, ઓખા, સલાયા અને કચ્છના જખૌ, માંડવી, મુંન્દ્રા, ન્યુ કંડલા વગેરે બંદરોએ તા.૨૭થી ૨૯ તોફાની પવન ફૂંકાવા આગાહી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. જો કે રાજકોટમાં ગઈકાલે આગાહી વગર જ ધોધમાર અર્ધો ઈંચ વરસાદ વરસી ગયો હતો. 

boat

અમદાવાદ, અમરેલી, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર એ પાંચ સ્થળોએ તાપમાનનો પારો 41 સે.ની ઉપર

રાજ્યમાં અમદાવાદ, અમરેલી, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર એ પાંચ સ્થળોએ તાપમાનનો પારો 41 સે.ની ઉપર રહ્યો હતો જ્યારે અન્યત્ર પારો 40 નીચે ઉતર્યો છે.  બીજી તરફ નૈઋત્યનું ચોમાસુ જે આ વખતે વહેલું, તા. 27ના કેરલમાં બેસે તેવી શક્યતા દર્શાવાઈ હતી, તે આજે તા. 25 થઈ છતાં ગત 6 દિવસથી બંગાળની ખાડીમાં અટકી જતા ચોમાસુ ખેંચાય તેવી શક્યતા પણ જન્મી છે.

READ ALSO 

Related posts

રથયાત્રા બાદ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલી, 14 અધિકારીઓની બદલી કરવી ફરજિયાત

Zainul Ansari

દિલ તો બચ્ચા હૈ જી / મંત્રીઓને બાળપણ યાદ આવ્યું, શિક્ષણમંત્રી અને ગૃહરાજ્યમંત્રી હીંચકે હિચક્યા

Zainul Ansari

મહારાષ્ટ્ર મહા સંકટ / સુપ્રીમ કોર્ટમાંથી બળવાખોર ધારાસભ્યોને મળી મોટી રાહત, ડિપ્ટી સ્પીકરને ફટકારી નોટિસ

Zainul Ansari
GSTV