GSTV

ક્રૂડ મોંઘુ થતા ‘બૂરે દિન’ અનલોક! ગુજરાત પર દરરોજ પડી રહ્યો છે આટલા કરોડનો બોજ

ટેક્સ

Last Updated on June 11, 2020 by Arohi

એક તો નોકરી-ધંધાના પહેલા પણ સાંસા હતા અને તેમાંય કોરોના મહામારી લોકડાઉનના પગલે ધંધા રોજગાર ભાંગી ગયા છે ત્યારે લોકો સરકાર પાસે રાહતની આશા રાખીને બેઠા છે. વીસ લાખ કરોડનું પેકેજ તો જાહેર થયું છે અને તેના રાહતનો વરસાદ કે છાંટા લોકો અનુભવે તે રીતે મળે તેનો ઈંતજાર થઈ રહ્યો છે ત્યારે મહામારી-મહામંદીના ઘા પર મલમપટ્ટાને બદલે તેલકંપનીઓ લોકોનું તેલ કાઢતી હોય તેમ ઈંધણના ભાવમાં દૈનિક વધારો કરવાનું શરૂ કર્યું છે. તા.૬ જૂન સુધી સ્થિર રહેલા ભાવમાં તા.૭થી ૧૦ જૂન સુધીના ચાર દિવસમાં જ રોજ સરેરાશ પચાસ પૈસે લેખે પેટ્રોલ-ડીઝલને પ્રતિ લિટર રૂ।.૨ મોંઘુ કરી દેવાયું છે.

ઈંધણ માટે રોજના રૂ.૪ કરોડ વધુ ખર્ચવા પડશે

માત્ર ચાર દિવસમાં જે ભાવવધારો થયો તેથી ગુજરાતના લોકોએ ઈંધણ માટે રોજના રૂ.૪ કરોડ વધુ ખર્ચવા પડશે. રાજ્યમાં દૈનિક આશરે ૨૪૩ લાખ લિટર પેટ્રોલ ડીઝલનો  વપરાશ સામાન્ય દિવસોમાં રહેતો હોય છે. હાલ આશરે ૨ કરોડ લિટર દૈનિક વપરાશ ગણીએ તો રૂ।.૪ કરોડનો બોજ જનતા પર આવી ગયો છે અને આ બોજ ઘટશે તેવા કોઈ નિર્દેશ હજુ મળતા નથી બલ્કે તેમાં હજુ વધારે ડામ અપાય તેવી ચર્ચા ચાલે છે.

ગુજરાત

બસ્સો ટકાથી વધુ ટેક્સ કેન્દ્ર સરકારે ઝીંકી  દીધો છે

આ ભાવ વધારો હવે, આમ નાગરિકો પણ સમજતા થયા છે તેમ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં વધારાના કારણે નથી, ઉલ્ટુ અગાઉ કરતા તો ક્રૂડ હાલ સસ્તુ છે. પરંતુ, ઈંધણ જેટલામાં પડે તેના પર બસ્સો ટકાથી વધુ ટેક્સ કેન્દ્ર સરકારે ઝીંકી  દીધો છે. એવી આશા હતી કે ક્રૂડના ભાવ ઉંચકાશે ત્યારે લિટર દીઠ રૂ।.૧૦નો વધારાનો વધારો ઘટાડીને સરભર કરાતું રહેશે અને ભાવ ઘટાડાય નહીં તો કમસેકમ જાળવી રખાશે પરંતુ, તેના બદલે લોકોએ તાત્કાલિક સહન કરવો પડે તેવો બોજ ઝીંકી દેવાયો છે.

લોકોની હાલત કફોડી

બીજી તરફ લોકો માટે જે રાહત જાહેર થાય તે આટલી ઝડપથી મળતી નથી. આથી લોકોની હાલત કફોડી થઈ છે. કારણ કે  પેટ્રોલ-ડીઝલનો ધુમાડો લોકોએ મોજશોખ માટે નહીં  પણ પોતાના પરિવારજનોની સારવાર કરાવવાજવા, સામાજિક સારા-નરસાં પ્રસંગોએ જવાથી માંડીને નોકરી અને ધંધો કરીને ગુજરાન ચલાવવા માટે નાછૂટકે કરવો પડે તેમ છે.

ગુજરાત

બસ્સો-પાંચસો માંડ રળી શકતા કરોડો આમ નાગરિકો માટે આ બોજ અસહ્ય છે, પીડાદાયી છે

જો કે લોકોની આ વેદનાની નેતાઓને પરવાહ નથી.વિપક્ષનો અવાજ દબાયેલો છે, શાસક અને વિપક્ષ સત્તા ટકાવવામાં પડયા છે, શાસન કરે છે તે કોઈ ગરીબ નથી. મોટાભાગના નેતાઓ એટલા પૈસાદાર છે (ચૂંટણી ટાણે ઓનરેકોર્ડ  સંપત્તિ જાહેર પણ થતી હોય છે) કે ઈંધણ રૂ।.૧૦૦-૨૦૦નું લિટર વેચાય તોય રૂવાડું ફરકે નહીં પણ આઠ કલાક મહેનત કરીને રોજના બસ્સો-પાંચસો માંડ રળી શકતા કરોડો આમ નાગરિકો માટે આ બોજ અસહ્ય છે, પીડાદાયી છે.

એક મજુરે મજુરી કરવા પણ ટુ વ્હીલર લઈને જવું પડે છે. જો સરકારમાં સંવેદનશીલતા હોય તો આ અંગે દરમિયાનગીરી કરીને વધુ પડતા ટેક્સને વાજબી કરીને લોકોને રૂ।.૫૦ આસપાસના ભાવે મળે તેવા પગલા લેવા જોઈએ તેવી લોકમાંગ છે.  જો આમ થાય તો તે પણ એક પ્રકારે નાગરિકોને તાત્કાલિક મળતું સહાય પેકેજ ગણાશે.

Read Also

Related posts

મનપાનો મહાસંગ્રામ / 11 વોર્ડની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 44-44 ઉમેદવારો મેદાને, શરૂ કર્યો લોકસંપર્ક

Pritesh Mehta

ONGCના પાપે ખેડૂતોને ડામ, ગેસ કોર્પોરેશનના રસ્તાઓને કારણે નથી થતો વરસાદી પાણીનો કુદરતી નિકાલ, જગતનો તાત પાક લે તો લે કઈ રીતે?

Pritesh Mehta

World Pharmacist Day/ સરકારના મોટાભાગના વિભાગોમાં ખાલી પડી છે ફાર્માસિસ્ટની જગ્યા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!