GSTV

રાજ્યના કાયદા વ્યવસ્થાની સ્થિતીની વરવી વાસ્તવિકતા! રોજ 120થી વધુ લોકોના મોત, ચોરી-મર્ડર-લૂંટના અંકડા જોશે તો…

વિકાસશીલ ,વાયબ્રન્ટ ગુજરાતમાં કાયદા વ્યવસૃથાની પરિસિૃથતી સામે હવે સવાલો ઉઠયાં છે કેમકે, વિધાનસભા ગૃહમાં રાજ્ય ગૃહવિભાગના આંકડાએ જ ગુજરાતના વાસ્તવિક ચિત્રને પ્રદર્શિત કર્યુ છે.ગુજરાતમાં આત્મહત્યા,આકસ્મિક મૃત્યુ અને અપમૃત્યુથી રોજ 120થી વધુ લોકોના મૃત્યુ થઇ રહ્યાં છે. ગૃહમાં રજૂ થયેલાં આંકડાઓએ જ પોલીસની કામગીરી સામે આંગળી ચિંધી છે. ગુજરાતમાં સબ સલામતની આલબેલ પોકારવામાં આવી રહી છે.

છેલ્લા બે વર્ષમાં 14702 લોકોએ આત્મહત્યા કરી

વિકસીત,વાયબ્રન્ટ ગુજરાતના નામે સત્તાધીશો ગુલબાંગો પોકારી રહ્યાં છે ત્યારે કડવુ સત્ય એ છે કે,રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 14702 લોકોએ આત્મહત્યા કરી છે. એનો અર્થ એવો થયો કે,રોજ 120 લોકોએ અકુદરતી રીતે જીવન ટુંકાવી રહ્યાં છે. રાજકોટ,અમદાવાદ,સુરતમાં સૌથી વધુ આત્મહત્યાના બનાવો નોંધાયાં છે. ગુજરાતનો એકેય જિલ્લો એવો નથી જયાં આત્મહત્યાની ઘટના બની ન હોય. મહિલા સશક્તિકરણ,બેટી બચાવો-બેટી પઢાનોના સૂત્રો પોકારવામાં આવી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં બળાત્કારની 2720 ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ છે.

લૂંટ, ધાડ, ચોરીની પણ આટલી ઘટનાઓ

મહિલાઓ અડધી રાત્રે પણ નીકળી શકે છે તેવી વાતો કરાય છે પણ રોજ ત્રણ મહિલાઓ  બળાત્કારનો શિકાર બની રહી છે. બે વર્ષમાં ગુજરાતમાં રાયોટીંગના ય 3305 કિસ્સા બન્યાં છે. 20134 ખૂન થયાં છે એટલે કે રોજ 2-3 જણાંના ખૂન થઇ રહ્યાં છે. ગુજરાતમાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતી એવી છે કે, 2491 લૂંટ, 559 ધાડ, 25723 ચોરીની ઘટનાઓ બની છે. આ જોતાં ચોરોએ જાણે પોલીસને પડકાર ફેંક્યો છે. બે વર્ષમાં 5879 લોકોનું અપહરણ કરાયુ છે. નાણાં,જમીન સહિત અન્ય કારણોસર હવે અસામાજીક તત્વો અપહરણ કરવા માંડયા છે. અપહરણના કિસ્સા પણ વધી રહ્યાં છે.

સરકારનો દાવો ગુજરાત સમૃધ્ધ બની રહ્યું છે પણ…

ગુજરાત સમુધ્ધ બની રહ્યું છે તેવો સરકાર દાવો કરી રહી છે ત્યારે આત્મહત્યાના કિસ્સામાં પણ વધારો થયો છે. બે વર્ષમાં 1470 લોકોએ જીવન ટુંકાવી દીધુ છે. ખેડૂતો, વ્યવસાયકારો સહિત વિદ્યાર્થીઓ આત્મહત્યા કરવા મજબૂર બન્યાં છે. અપમૃત્યુની પણ 44,081 અને આકસ્મિક મૃત્યુની 29298 ઘટનાઓ બની છે. આમ, ગૃહ વિભાગના આંકડાઓએ ગુજરાતમાં કાયદા વ્યવસ્થાની શું પરિસ્થિતી છે તેનો ચિતાર રજૂ કરી દીધો છે.

Read Also

Related posts

દિવસે યોજાનારા લગ્ન પ્રસંગોને લઇને રાજ્ય સરકારનો મોટો નિર્ણય, નિયમોમાં થયો આ મહત્વપૂર્ણ બદલાવ

Bansari

રાજકોટની હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ બરોડા અને સુરતનું તંત્ર આવ્યું હરકતમાં

Nilesh Jethva

અમદાવાદના આ 28 વિસ્તારમાં કોરોનાએ મચાવ્યો કહેર, જાણો કઈ કઈ સોસાયટીને જાહેર કરાઈ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!