GSTV

ગુજરાતના ક્રિકેટ માટે આજનો દિવસ યાદગાર દિવસ છે, જાણો શા માટે?

ભારતીય ક્રિકેટમાં આમ તો ગુજરાતનું યોગદાન ઘણું છે. જશુ પટેલ, દિપક શોધન, નરી કોન્ટ્રાક્ટર, રૂસી સુરતી, ધીરજ પરસાણા, પાર્થિવ પટેલ, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ જેવા ખેલાડી ગુજરાતે આપ્યા છે. તેમાંય બુમરાહ તો હાલમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર બની ગયો છે. તે આઇસીસીમાં મોખરાના ક્રમે રહી ચૂકયો છે તો તમામ હરીફ ટીમ ભારત  સામે રમતી વખતે વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ આ બે ખેલાડીને ધ્યાનમાં રાખીને પોતાની રણનીતિ ઘડતી હોય છે.

જોકે આજે વાત બુમરાહની નથી પરંતુ પાર્થિવ પટેલની કરવાની છે. બરાબર 18 વર્ષ અગાઉ એટલે કે 2002માં આજના દિવસે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નોટ્ટિંગહામના ટ્રેન્ટબ્રિજ ખાતે ટેસ્ટ મેચ રમાઈ હતી જેમાં પાર્થિવ પટેલને ટીમમાં રમવાની તક મળી હતી. પ્રથમ દાવમાં તો પાર્થિવ શૂન્ય પર આઉટ થયો હતો પરંતુ બીજા દાવમાં તેણે અણનમ 19 રન નોંધાવીને છેક સુધી બેટિંગ કરી હતી.  આ એ જ મેચ હતી જેમાં ભારતના તે સમયના ત્રણ મોખરાના બેટ્સમેને એક સાથે શાનદાર બેટિંગ કરી હતી. ઘણા ઓછા પ્રસંગ છે જ્યારે સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી ત્રણેય ખેલાડીએ એક જ ઇનિંગ્સમાં સુંદર દેખાવ કર્યો હોય. આ મેચમાં દ્રવિડે 115, સચિને 92 અને ગાંગુલીએ 99 રન ફટકાર્યા હતા.

જોકે પાર્થિવ અને ગુજરાત માટે યાદગાર બાબત એ રહી કે આ મેચમાં માત્ર 17 વર્ષ અને 152 દિવસની વયે પાર્થિવે ડેબ્યૂ કર્યું હતું. આમ તે સૌથી નાની વયે ટેસ્ટ ક્રિકેટમાં રમનારો ઇતિહાસનો યુવાન વિકેટકીપર બની ગયો હતો. આ રેકોર્ડ આજેય અકબંધ છે. આ ઉપરાંત તે ટેસ્ટ રમનારો ભારતનો ચોથો યુવાન ક્રિકેટર છે. તેના કરતાં નાની વયે માત્ર સચિન તેંડુલકર, પીયૂષ ચાવલા અને શિવરામકૃષ્ણન જ રમ્યા હતા.

જોકે આશ્ચર્યની વાત એ છે કે તે દસ ફર્સ્ટ કલાસ મેચ રમ્યો ત્યાર બાદ ટેસ્ટ રમ્યો હતો અને તેની 24મી ફર્સ્ટક્લાસ મેચ તે તેની પહેલી રણજી ટ્રોફી મેચ હતી.

પાર્થિવ પટેલે ત્યાર બાદ તો ઘણી સિદ્ધિ હાંસલ કરી છે. તે ભારત માટે 25 ટેસ્ટ રમ્યો જેમાં તેણે 934 રન ફટકાર્યા છે તો વિકેટ પાછળ 62 કેચ અને દસ સ્ટમ્પિંગ સાથે કુલ 72 શિકાર ઝડપ્યા છે. ગુજરાતના કેપ્ટન તરીકે પાર્થિવની સિદ્ધિ વધારે પ્રભાવશાળી છે. આ વર્ષે તે ગુજરાત માટે 100 રણજી મેચ રમનારો પ્રથમ ક્રિકેટર બન્યો હતો તો ગુજરાત અત્યાર સુધીમાં માત્ર એક  જ વાર રણજી ટ્રોફી જીત્યું તે પાર્થિવની આગેવાનીમા ચેમ્પિયન બન્યું હતું.

READ ALSO

Related posts

કોરોનાને મ્હાત આપ્યા બાદ દર્દીના ફરી સંક્રમિત થવાની કેટલી છે સંભાવના? આ રહ્યો જવાબ

Bansari

વધારે ઘોંઘાટ કરે છે DNAને નુકશાન, કેન્શર અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીજી કેટલીયે બિમારીઓને પણ આપે છે આમંત્રણ

Arohi

ઈન્દોર-અમદાવાદ ટોલબૂથ પર તોડફોડ, 30થી 35 બૂકાનીધારીઓએ મચાવ્યો ઉત્પાત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!