ગુજરાત સરકાર છાણ અને મૂત્રનો કરશે વેપાર, ગાયોની આ બેન્કથી થશે લાખોની કમાણી

ગુજરાત સરકાર હવે ગૌહત્યા અટકાવવા માટે ગાયનુ વેલફેર ફંડ ઉભુ કરવા માટે ગાયના છાણનો સહારો લઈ રહી છે. જીવદયા અનુયાયીઓના આગ્રહને વશ થઈને રાજ્ય સરકાર હવે આખા રાજ્યની પાંજરાપોળ પાસે ગૌમૂત્ર અને છાણની બેન્ક ઉભી કરશે.  તેના વેચાણમાંથી જે મૂડી મળશે તેનો ઉપયોગ તરછોડી દેવાયેલી ગાયોના રક્ષણ માટે કરવામાં આવશે. આમ કરવાથી ગાયોને કતલખાને જતી પણ અટકાવી શકાશે.

પાંજરાપોળમાં ગૌમૂત્ર અને ગોબર બેન્ક શરૂ કરવાનુ વિચારી રહી છે

ગૌરક્ષાનો ચાર્જ સંભાળતા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ કે જૈવિક ખાતર અને કુદરતી જંતુનાશક દવાઓની માંગ વધતા સરકાર  પાંજરાપોળમાં ગૌમુત્ર અને ગોબર બેન્ક શરૂ કરવાનુ વિચારી રહી છે. સરકાર વિવિધ પાંજરાપોળમાં ગૌબર અને ગૌમુત્ર જમા કરીને મોટા પાયે તેને જૈવિક ખાતર સ્વરૂપે વેચશે.

ખેડૂતોની સહકારી સંસ્થાઓને પણ તેમાં સામેલ કરાશે

ઓર્ગેનિક ખાતર બનાવનારી કંપનીઓ, આર્યુવેદિક દવાઓ અને કુદરતી જંતુનાશક દવાઓ બનાવવા માટે પણ કાચો માલ મળી જશે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ગોબર અને ગૌમુત્રને એકઠુ કરવા, પેકેજિંગ કરવા અને વિતરણ કરવા માટે એક સિસ્ટોમેટીકમોડેલ વિકસાવવામાં આવશે. અમે ખેડૂતોની સહકારી સંસ્થાઓને પણ તેમાં સામેલ કરીશુ.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter