રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો યથાવત્ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધારે 1305 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1141 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 12 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3048 પર પહોંચી ગયો છે. તો હાલમાં 94 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 80,054 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 74,523 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 24 લાખ 84 હજાર 429 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,52,772 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,52,334 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તો 420 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 1305
- રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 99050
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 12
- રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1141
- ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 80054
- રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 15948

અમદાવાદમાં કેસમાં ઘટાડો
ગુજરાતમાં કોરોના હાઇપ પર જઈ રહ્યો છે. જ્યારે કે અમદાવાદમાં કેસ ઘટી રહ્યા છે. અત્યાર સુધીસમગ્ર રાજ્યમાં સૌથી વધારે ગઇ કાલે કોરોનાના 1 હજાર 310 કેસ નોંધાયા. કોરોના હવે મોટા શહેરોમાંથી નાના શહેરો અને ગામડાઓમાં મોટા પાયે ફેલાઇ રહ્યો છે. નિષ્ણાત ડોક્ટરોનું કહેવું છે કે જો ગામડાઓમાં આરોગ્યની સુવિધાઓ શહેરો જેવી ન હોવાથી લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડશે. શહેરોમાં કોરોનાનું સંક્રમણ ઘટવાનું કારણ એ પણ છે કે હર્ડ ઇમ્યુનીટી વધી રહી છે.
અમદાવાદના બહેરામપુરા વોર્ડના ઉપાધ્યક્ષને થયો કોરોના
અમદાવાદના બહેરામપુરા વોર્ડના ઉપાધ્યક્ષ ધનજી વાણિયાને કોરોના થયો છે. સતત સેવાકીય કાર્ય પ્રવૃત્તિ દરમિયાન તેમનો કોરોના પોઝીટીવ આવ્યો છે.

રાજકોટમાં કોરોના વકર્યો
રાજકોટમાં કોરોનાના કેસ વકરી રહ્યા છે. ત્યારે શહેરના વધુ એક સામાજિક અગ્રણીઓ કોરોનાનાની ઝપેટમાં આવ્યા છે. સરગમ ક્લબના ચેરમેન ગુણવંતભાઈ ડેલાવાલા કોરોના સંક્રમિત થયા છે..તેઓ ગત અઠવાડિયા રાજકોટમાં સી.આર. પાટીલને પણ મળ્યા હત..ગુણવંતભાઈ ડેલાવાલાનો કોરોના રિપોર્ટ ગઈકાલ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ કલેકટર કચેરી ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો. કોરોનાની સારવાર આપતી ખાનગી હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા અંગેની માહિતી આપતો કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો. તંત્ર દ્વારા હેલ્પ લાઈન પણ શરૂ કરવામાં આવી છે.
READ ALSO
- Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત
- India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ
- તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો