રાજકોટમાં આજે કપાસના ભાવ ઓલટાઈમ હાઈ રૂ।. 2684 નોંધાયો છે જે ગઈકાલ રૂ।. 2681ના પ્રતિ 20 કિલો કરતા પણ વધુ ભાવ આજે ખેડૂતોને મળ્યા હતા. યાર્ડમાં કપાસની હાલ સીઝન નથી છતાં આજે રોજ સરેરાશ 1500થી 2000 ક્વિન્ટલ કપાસ આવી રહ્યો છે છતાં ઉંચા ભાવથી આશ્ચર્ય ફેલાયું છે. સૌરાષ્ટ્રના કેટલાક યાર્ડમાં તો કપાસ મણના રૂ।. 2800એ પહોંચી ગયો છે અને ગાંસડીના ભાવ રૂ।. 1 લાખે પહોંચ્યા છે.

વેપારી સૂત્રો અનુસાર કપાસનું એકંદર ઉત્પાદન સમગ્ર વિશ્વમાં નિર્ધારિત કરતા ઓછુ થયું છે અને બિયારણ અનુકૂળ નહીં હોવાથી કે ગ્લોબલ વોર્મિંગ, માવઠાં સહિતના કારણોથી કપાસની ગુણવત્તામાં પણ ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે રાજકોટ યાર્ડમાં મે માસમાં કપાસ રૂ।. 1150થી 1450 વચ્ચેના ભાવે વેચાતો હતો જે આ વર્ષે 80 થી 100 ટકા જેટલો મોંઘો થયો છે.
કપાસ મોંઘો થતા તેની અસર ખાદ્યતેલ ઉપર અને કપડાં ઉપર થાય છે. કાપડ મિલો,સ્પીનીંગ મિલોની હાલત મોંઘા કપાસના પગલે કફોડી થઈ છે. કપાસ આધારિત ખોળથી માંડીને કપડાં સહિતના ઉત્પાદનો મોંઘા થતા તેની માંગ ઘટવાનું જોખમ પણ સર્જાયું છે.
તો સ્પીનરોએ રૂ-કપાસની ખરીદીમાં કાપ મુકી દીધો છે. મહિને ૬ લાખ ગાંસડીથી વધુ ખરીદી સામે હવે પચાસ ટકા જ ખરીદી થાય છ. ઉંચા ભાવથી એક તરફ લોકો ભાવવધારાથી પીસાઈ રહ્યા છે તો બીજી તરફ મિલરો પણ ફરિયાદ કરે છે ત્યારે આ ભાવવધારાનો ફાયદો કોને મળે છે તે સવાલ જાગ્યો છે. જો કે કપાસનું ઉત્પાદન ઘટયું છે પરંતુ, તેની સાપેક્ષે ભાવમાં વધારો ઘણો જ ઉંચો છે.
બીજી તરફ રાજકોટમાં મગફળીની આવક યથાવત્ જળવાઈ રહી છે અને સીંગદાણાની નિકાસમાં ઘટાડો, એકંદર માંગમાં ઘટાડાથી તેના ભાવ પણ આંશિક ઘટયા છે. સીંગદાણાના ભાવ ઘટીને રૂ।. 1700 આસપાસ રહ્યા છે તો મગફળી પ્રતિ 20 કિલોના રૂ।. 1100થી 1300ના ભાવ સ્થિર રહ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ