GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

રાજ્યમાં Coronaનો આતંક યથાવત, છેલ્લાં 24 કલાકમાં 861 પોઝીટીવ કેસ અને 15 લોકોનાં મોત

ગુજરાતમાં Coronaના કેસમાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે. જેમાં આજે પણ ગુજરાતમાં રેકોર્ડબ્રેક કહી શકાય તેવા 861 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 15 લોકોના મોત થઇ ચૂક્યા છે. જેમાં અમદાવાદમાં 5, સુરતમાં 6, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા અને ભરૂચમાં 1-1 મોત થયા છે. તો ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 2010 થઇ ગયો છે. તો હાલમાં 72 લોકોને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. તો આજે કુલ 429 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા છે. જેથી ગુજરાતમાં આજદિન સુધીમાં ડિસ્ચાર્જ થયેલા કુલ લોકોનો આંક 27742 થયો છે. તો હજુ પણ ગુજરાતમાં કુલ 9528 એક્ટીવ પેશન્ટ છે. તો સમગ્ર ગુજરાતમાં આજદિન સુધી 4 લાખ 41 હજાર 692 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Corona નવા કેસની સંખ્યા – 861
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 39,280
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 15
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 429
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 27742
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 9528

આચાર્ય પુરુષોતમ પ્રિયદાસજી સ્વામીની તબીયત નાજુક

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરષોતમ પ્રિયદાસજી સ્વામીની તબીયત અત્યંત નાજૂક છે. 78 વર્ષના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી 3 દિવસથી વેન્ટિલેટર પર છે. તેઓ Coronaથી સંક્રમિત થયા છે. અને છેલ્લા 11 દિવસોથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સુરત Coronaના વધુ 125 કેસ નોંધાયા

સુરત સિટીમાં બપોર સુધીમાં 95 કેસ નવા નોંધાયા છે. આ સાથે સિટીમાં કુલ કેસનો આંક 6408 થયો છે. તો સુરત ગ્રામ્યમાં બપોર સુધીમાં નવા 30 કેસ નોંધાયા છે. અને  સુરત ગ્રામ્યના કુલ 991 કેસ થયા છે. આમ સુરત સિટી અને જિલ્લામાં મળી કુલ કેસ 7399 કેસ થયા છે.

કોવિડ-19નાં કેસ અને ડિસ્ચાર્જની વિગત

ભરૂચમાં 17 Coronaનાં કેસ

ભરૂચમાં Coronaના નવા 17 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં આજ રોજ 17 કેસ નોંધાયા હતા. આ સાથે જિલ્લામાં કોરોનાનો કુલ કેસનો આંકડો 398 પર પહોંચ્યો છે.

તાપી જિલ્લામાં વધુ 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

તાપીનાં વ્યારામાં 54 વર્ષિય શિક્ષક, ઉચ્છલનાં ગવાણના 5 યુવકોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા તો આજે 7 કેસ નોંધાતા સવારથી જ તંત્ર દોડતું થયું હતુ. અત્યાર સુધી કુલ 42 પોઝીટીવ કેસ નોંધાયા છે.

વલસાડમાં 28 કેસ નોંધાયા

વલસાડ જિલ્લામાં Corona પોઝિટિવના 28  કેસ નોંધાયા છે. દમણમાં 11 અને દાદરા નગર હવેલીમાં 3 પોઝિટિવ કેસો નોંધાયા છે.

નવસારીમાં 11 કેસ

નવસારી જિલ્લામાં આજે વધુ 11 કેસ પોઝિટિવ નોંધાયા છે.જિલ્લા હાલ 108 દર્દીઓ સારવાર હેઠળ છે અને કુલ 90 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

બનાસકાંઠામાં Coronaનો ત્રાસ

બનાસકાંઠામાં Coronaના નવા 6 કેસ નોંધાયા છે. બનાસકાંઠામાં દિયોદર, ડીસા, ધાનેરા અને કાંકરેજમાં કેસ નોંધાયા છે, બનાસકાંઠામાં Corona સંક્રમિતોનો કુલ આંક 344 થયો, બનાસકાંઠામાં Coronaથી અત્યાર સુધીમાં 15ના મૃત્યુ થયા છે.

ભાવનગરમાં કુલ 19 કેસ નોંધાયા

ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં Coronaના કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ આંક 442 પર પહોંચ્યો છે.

READ ALSO

Related posts

ભાજપમાં ભડકાના એંધાણ: વસુંધરાએ નડ્ડાને રોકડુ પરખાવી દીધું, ભાજપ સાથે છું પણ સ્વાભિમાન સાથે કોઈ સમાધાન નહીં કરૂ !

Pravin Makwana

બનાસકાંઠાના કાણોદર હાઇવે પર સીએનજી ગેસની બોટલમાં લીકેજ થતા મચી અફરા તફરી

Nilesh Jethva

અરવલ્લી જિલ્લાની હોસ્પિટલમાં ફાયર સેફ્ટીને લઇને રિયાલીટી ચેક, જીવના જોખમે સારવાર લઈ રહ્યા છે દર્દીઓ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!