GSTV

રાજ્યમાં કોરોના વાયરસનો કેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં 1078 પોઝિટિવ દર્દીઓ સાથે 23નાં મોત

કોરોના

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1073 કેસ નોંધાયા છે. તો આજે કુલ 23 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 6, અમદાવાદ અને રાજકોટમાં 5-5, વડોદરા અને જૂનાગઢમાં 2-2, ગાંધીનગર, જામનગર પાટણમાં 1-1 દર્દીના મોત થયા છે.આમ રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 2557 થઇ ચૂક્યો છે. તો હાલમાં 76 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 1046 દર્દીઓને રજા આપવાની સાથે આજદિન સુધીમાં કુલ 49 હજાર 405 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 237, અમદાવાદમાં 161 કેસ, વડોદરામાં 115 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 24 હજાર 374 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 8 લાખ 79 હજાર 213 ટેસ્ટ કરવામા આવ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 1073
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 66,777
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 23
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1046
ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 49, 405
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 14,815

કોરોનાએ લીધો વધુ એક ભોગ

કોરોનાના કારણે વધુ એક ડોકટરની જિંદગી ખતમ થઇ છે. સુરતની વિનસ હોસ્પિટલમાં આર.એમ.ઓ તરીકે ફરજ બજાવતા હિતેષ લાઠીયા જેઓ કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમની તબિયત ખૂબજ લથડી હતી અને અંતે તેઓ કોરોના સામે જિંદગીથી હારી જતા તબિબ આલમમાં શોકની લાગણી પ્રવર્તી છે. ડો.હિતેશ લાઠીયાના નિધનથી તેમના સ્ટાફ દ્વારા હિતેશ લાઠીયાના દેહને તિરંગામાં લપેટીને તેમને ભાવભીની વિદાય આપવામા આવી હતી.

READ ALSO

Related posts

તુર્કીના ખભે બંદૂક રાખી હરખાઈ રહ્યુ છે પાકિસ્તાન, કાશ્મીર મુદ્દે હજૂ પણ રાગ આલાપી રહ્યા છે !

Dilip Patel

સુશાંત સિંહના મોતના મામલાને રાજકીય હાથો બનાવનાર પૂર્વ DGPને ચૂંટણી લડવાના અભરખા જાગ્યા

Dilip Patel

મોટા સમાચાર/ મોદી સરકારના મંત્રીનું કોરોનાથી થયુ મોત, રેલ રાજ્યમંત્રી સુરેશ અંગડી થયા હતા કોરોનાથી સંક્રમિત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!