હાલની પરિસ્થિતિ જોતા ગુજરાતમાં કોરોના વાયરસ ફરી વકરવાના એંધાણ છે. ગત ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવાં ૬૭ કેસ નોંધાયા છે. ઉપરાંત નવાં ૬૭ કેસ સામે માત્ર ૨૨ દર્દીઓને જ ડિસ્ચાર્જ મળતા એક્ટિવ કેસોનો આંકડો વધીને ૪૧૭ પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે ૩,૩૫,૮૨૨ લોકોને રસી અપાઇ છે.

ડિસ્ચાર્જ થતાં દર્દીઓના પ્રમાણમાં ઘટાડો થતાં એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો
આજે અમદાવાદમાં ૨૫, સુરતમાં ૧૫, વડોદરામાં ૮, જામનગરમાં ૭, બનાસકાંઠામાં ૩, વલસાડમાં ૩, કચ્છમાં ૨, નવસારીમાં ૨ અને તાપીમાં ૨ કેસ નોંધાયા છે. આ સિવાયના ૨૪ જિલ્લાઓમાં એકપણ કેસ નોંધાયા નથી. આશરે એકાદ મહિનાથી નવાં નોંધાતા કેસ સામે ડિસ્ચાર્જ થતાં દર્દીઓનું પ્રમાણ ઘટયું છે. જેના કારણે એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

હાલ રાજ્યમાં કુલ ૪૧૭ એક્ટિવ કેસ
હાલ રાજ્યમાં કુલ ૪૧૭ એક્ટિવ કેસ છે. જેમાંથી આઠ કેસ વેન્ટિલેટર પર અને ૪૦૯ કેસ સ્ટેબલ છે. જેની સામે ગત ૨૪ કલાકમાં ૩,૩૫,૮૨૨ લોકોને કોવિડ રસી આપવામાં આવી છે. જેમાંથી સૌથી વધુ ૨,૧૨,૯૦૧ ડોઝ ૧૮થી ૪૫ વર્ષના લોકોને રસીના બીજા ડોઝ તરીકે આપવામાં આવ્યા છે.
READ ALSO :
- ત્રિવેન્દ્ર સિંહ રાવતે રાહુલ ગાંધીની મજાક ઉડાવતા કહ્યું: તેઓ માત્ર નામના જ ગાંધી છે અને અટકનો લાભ લઈ રહ્યા છે, નાથુરામ ગોડસે સાચો દેશભક્ત હતો
- દંગલ ડિરેક્ટર પીછેહઠ કરતા રણવીર-સાઈ પલ્લવીની ફિલ્મ અભેરાઈ પર ચડી
- એક સાથે દેખાશે પ્રિયંકા ચોપરા અને જુનિયર એનટીઆર, પ્રશાંત નીલ કરશે ડિરેક્શન
- સિંધિયાએ કહ્યું: ભારતમાં પાંચ વર્ષમાં 200 એરપોર્ટ હશે; કંપનીઓ 1400 વધારાના એરક્રાફ્ટનો ઓર્ડર પણ આપશે
- આર્થિક તંગીથી કંટાળેલા રત્ન કલાકારના પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ, માતા- પુત્રીનું કરૂણ મોત