GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

ગુજરાતમાં કોરોના પોઝિટીવની સંખ્યા 186, આજના તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના આવ્યા

ગુજરાતમાં કોરોના પોઝીટીવની સંખ્યા 186 પર પહોંચી ગઈ છે. આજે વડોદરાના નાગરવાડામાં એકી સાથે પાંચ પોઝીટીવ કેસ નોંધાયા છે. તો ભાવનગરમાં પણ 2 પોઝીટીવ કેસ નોંધાતા એક જ દિવસમાં 7 પોઝીટીવ કેસ નોંધાયા છે. આજે નોંધાયેલા તમામ કેસ હોટ સ્પોટ વિસ્તારના છે.

ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનના કેસ વધ્યા

મહત્વપૂર્ણ વાત એ છે કે, 186 કેસ પૈકી 33 વિદેશ પ્રવાસના, 32 આંતરાજ્યના જ્યારે 121 જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. તો અત્યાર સુધીમાં કુલ 25 લોકો સ્વસ્થ થયા છે. હાલમાં પોઝીટીવ દર્દીમાં 2 દર્દીની હાલત ગંભીર હોવાથી તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.

અમદાવાદમાં વધ્યો કોરોનાનો કહેર

સમગ્ર દેશમાં અને રાજ્યમાં જે રીતે કોરોના વાયરસનો કહેર વધતો જાય છે, તે જોતા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એક્શનમાં આવ્યું છે. ગુજરાતમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. તેમ છતાં પણ આ મહામારી હજૂ રોકાવાનું નામ નથી લેતું, આ વાતની ગંભીરતા જાણી અમદાવાદમાં કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે. કોટ વિસ્તાર તરીકે ઓળખાતા જૂના અમદાવાદમાં લગભગ 29 લાખ જેટલી વસ્તી હોય, ત્યારે અડધા અમદાવાદને હાલ બફર ઝોનમાં મુકાવામાં આવ્યું છે. આ કાર્યવાહીના ભાગરૂપે બફર ઝોનના 6 જેટલા વિસ્તારોમાં કલસ્ટર ઝોન બનાવી 14000થી પણ વધુ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. કોટ વિસ્તારના લગભગ તમામ પ્રવેશ દરવાજા પર ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે.

અડધાથી ઉપરના અમદાવાદમાં બફર ઝોન જાહેર કરાયું

રાજ્યમાં લોકડાઉન વચ્ચે પણ કોરોના કહેર સતત વધી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોના કેસમાં સૌથી વધારે અમદાવાદમાં હોવાથી સિટી વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. શહેરના કાલુપુર દરવાજા સહિતના સીટી વિસ્તારને બફર ઝોન જાહેર કરાયા છે. સાથે જ ત્યા તંત્ર દ્વારા સેનેટાઈઝીંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, શહેરના સિટી વિસ્તારમાં સૌથી વધુ કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેના કારણે તંત્ર દ્વારા સિટી વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યા છેઅને કડક કામગીરી પણ કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં શંકાસ્પદ લોકોની ચકાસણી

શહેરમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોઝિટિવ કેસોના વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરી છે. કોર્પોરેશને 7 મોબાઈલ ટેસ્ટિંગ વાન શરૂ કરી છે. આ 7 વાન શહેરના 7 ઝોનમાં ફરશે અને તમામ શંકાસ્પદ લોકોની ચકાસણી કરશે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે તમામ કલસ્ટર ઝોનમાં તેમજ જે વિસ્તારમાં પોઝિટિવ કેસ છે ત્યાંના લોકોના ટેમ્પરેચરની ચકાસણી થર્મલ ગનથી કરવામાં આવશે. જે પણ વ્યક્તિમાં શંકાસ્પદ લક્ષણ દેખાશે તેનો સ્થળ પર જ વાનમાં ટેસ્ટ કરવામાં આવશે.

1000થી વધુ ટીમ ઉતારી ચેકીંગ હાથ ધરાશે

આવતીકાલે એક જ દિવસમાં કોટ વિસ્તારના તમામ લોકોનું 1000થી વધુ ટીમને ઉતારી ચેકીંગ કરવામાં આવશે. તો ગરીબ અને ફૂટપાથ પર રહેતા લોકોને રેન બસેરા કે અન્ય જગ્યાએ ખસેડી તેમનું ચેકઅપ કરવામાં આવશે. એએમસી તંત્રને સુચના આપવામાં આવી છે કે ઘનિષ્ટ સર્વેલન્સ કરી, ટેસ્ટ કરી બને તેટલા કેસો શોધવામાં આવે. મ્યુન્સિપલ કોર્પોરેશન વિજય નહેરાએ કહ્યું કે શહેરમાં સાઉથ કોરિયાની પેટન્ટ અપનાવામાં આવી છે. અને જે જગ્યાને ક્લસ્ટર કોરોન્ટાઇન જાહેર કરાયા હોય ત્યાં કોઈએ પ્રવેશ કરવો નહીં તેમજ આ વિસ્તારના લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મોટા પ્રમાણમાં આપવામા આવે છે. વિજય નહેરાએ કહ્યું કે બફર ઝોન જ્યાં સુધી જે લોકોને કોરોન્ટાઇન સમય પૂર્ણ નહીં થાય ત્યાં સુધી રહશે.

અમદાવાદમાં કોરોનાના 83 કેસ નોંધાયા

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાના કેસોની વધી રહેલી અસામાન્ય સંખ્યાએ ભયાવહ સ્થિતિ પેદા કરી છે. આજે વધુ ૨૦ દર્દીઓ સાથે કુલ આંક 83નો થયો છે.ત્યારે અમદાવાદમાં ગઈકાલે બપોર બાદ જે નવા છે કેસ નોંધાયા છે. તે તમામ કેસ અલગ અલગ વિસ્તારના છે.

READ ALSO

Related posts

અમેરીકા થયું વધુ સખ્ત, ચીનથી આવનારા યાત્રી વિમાનો પર લગાવ્યો સંપૂર્ણ પ્રતિબંધ

pratik shah

મોદી સરકારની સૌથી મોટી કૂટનીતીક જીત, યુદ્ધનાં ઉન્માદમાં ચઢેલા ચીને LOC પરથી 2 કિમી કરી પીછે હટ

pratik shah

હોંગકોંગ, ભારત બાદ હવે ચીને આ દેશને કરી સળી, કોરોનાની બદનામી ટાળવા હવે ચીન યુદ્ધના રવાડે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!