GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

70એ પહોંચ્યો પોઝિટીવનો આંક : સજ્જડ લોકડાઉનથી પણ નથી રોકાઈ રહ્યો કોરોના, ઘરેથી નીકળ્યા તો મર્યા

corona

રાજ્યમાં કોરોનાના (corona) વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સાથે કુલ 70 કેસ થયા છે. નોવેલ કોરાના વાયરસ સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને ગાંધીનગર સહિતના શહેરોમાં જે વિસ્તારોમાં પોઝિટીવ કેસો મળ્યા છે તેને હોટ સ્પોટ જાહેર કર્યા છે.

રાજ્યમાં કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સાથે કુલ 70 કેસ

જે વિસ્તારમા પોઝીટીવ કેસ નોંધાયા છે તેના ત્રણ કિલોમીટર પરિઘમાં ક્લસ્ટર તરીકે ગણીને સઘન સર્વેલન્સ કરાશે. એ જ રીતે હોટ સ્પોટ નિયત કરાયા છે તેની પરીઘમાં આવતા પાંચ કિલોમીટર વિસ્તારને બફર ઝોન જાહેર કરાયા છે. અને આ વિસ્તારોમાં કોઈપણ પ્રકારની મૂવમેન્ટ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જેથી આ ચેપ આટલા વિસ્તારથી આગળ ન પ્રસરે.

હાલ 18,701 હોમ કોરંટાઇન, 744 સરકારી, 172 ખાનગી મળી કુલ 19,617 લોકો કોરંટાઇન હેઠળ

અમદાવાદમાં 23, સુરતમાં 9, રાજકોટમાં 9, વડોદરામાં 9, ગાંધીનગરમાં 9, ભાવનગરમાં 6, ગીર સોમનાથમાં 2 અને કચ્છ, મહેસાણા, પોરબંદર પ્રત્યેકમાં એક-એક કેસ પોઝિટિવ છે. આ તમામ પૈકી 59 દર્દીઓ સ્ટેબલ છે. અને બે દર્દીઓ વેન્ટિલેટર પર છે. દુર્ભાગ્યવશ કોરાના રોગના કારણે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ છ લોકોના નિધન થયા છે જેમાં અમદાવાદમા 3, ભાવનગરમાં ૨ અને સુરતમા ૧ નાગરિકનુ નિધન થયું છે.

અત્યાર સુધીમાં કુલ ૧૨૮૪ સેમ્પલ લેવાયા

ડો. રવિએ ઉમેર્યું કે કોરોના વાયરસના અત્યાર સુધીમાં કુલ ૧૨૮૪ સેમ્પલ લેવાયા હતા. જેમાંથી ૧૨૭૫નું ટેસ્ટિંગ કરાયું છે તે પૈકી ૬૯ પોઝિટિવ અને ૧૨૦૬ નેગેટિવ તથા ૯ પેન્ડિંગ છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટ્રલાઇઝ રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાની પીપીઈ કિટ, માસ્ક અને દવાઓનો જથ્થો તમામ રાજ્યોને પૂરો પાડવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પર્યાપ્ત પ્રમાણમાં દવાઓનો જથ્થો ઉપલબ્ધ છે એટલે કોઈએ ગભરાવવાની જરૂર નથી.

READ ALSO

Related posts

મોદી 2.0 સરકાર: અહીં સફળતાના ઝંડા લહેરાવ્યા તો અહીં રહી સંપૂર્ણ ફેલ

Arohi

હવે ફોન કરતાં પહેલાં કરવું પડશે કામ નહીં તો કોઈને પણ નહીં લાગે ફોન, હાશ હવે તમારો નંબર નહીં બદલાય

Dilip Patel

કોરોના યુદ્ધમાં વિજય મેળવ્યા વિના અર્થતંત્ર ઊભારવું શક્ય નથી, પીએમ મોદીએ લખ્યો આ દેશને પત્ર

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!