GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

રાજ્યમાં કોરોનાનું બન્યુ વિકરાળ સ્વરૂપ, મંગળવારે સાંજ સુધીમાં 915 પોઝીટીવ કેસ સાથે 14 લોકોનાં મોત

વિશ્વભરને લાચાર કરી નાંખનારો કોરોના રાજ્યમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. દિન પ્રતિદિન કોરોનાની ભયાનકતાના ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે. રૂપાણી સરકાર માટે અનલોકની સ્થિતી ખૂબ ખરાબ થઈ રહી છે. ગુજરાતમાં CORONAના રેકોર્ડબ્રેક કેસો નોંધાય રહ્યા છે. જેમાં આજે પણ 915 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 14 દર્દીઓ મોતને ભેટ્યા છે. જેમાં સુરતમાં 5, અમદાવાદમાં 3, વડોદરામાં 3 જ્યારે બનાસકાંઠા, ભાવનગર અને ગાંધીનગરમાં 1-1નાં મોત થયા છે. આમ રાજ્યમાં CORONAના કારણે મૃત્યુઆંક 2071 થઇ ચૂક્યો છે. તો હાલમાં 71 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 749 દર્દીઓને રજા આપવાની સાથે આજદિન સુધીમાં કુલ 30 હજાર 555 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 291, અમદાવાદમાં 167 કેસ, વડોદરામાં 76 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં CORONAના કેસ ઝડપભેર વધી રહ્યા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 4 લાખ 78 હજાર 367 ટેસ્ટ કરવામા આવ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 915
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 43723
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 14
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 749
ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 30555
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 11097

અમદાવાદમાં વધુ એક કોર્પોરેટર થયા સંક્રમિત

AMCના ખોખરા વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટર જયમીનીબેન દવે તેમજ તેમના પરિવારમાં પતિ અને પુત્ર પણ કોરોના સંક્રમિત થતા કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જયમિની બેન દવેનાં પરિવારમાં અગાઉ ત્રણેક માસ પૂર્વે પુત્રી વિદેશથી પાછા ફર્યા બાદ આખા પરિવારને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો હતો.

ભાવનગરમાં 45 કેસ નોંધાયા

આજે ભાવનગર શહેરમાં 33 અને જિલ્લામાં 12 એમ થઈને કોરોનાના કુલ 45 કેસ નોંધાયા છે. અને કોરોનાથી સંક્રમિત 1 વ્યક્તિનું મોત થયુ છે.

ભરૂચમાં 28 નવા કેસ

મંગળવારે  અંકલેશ્વરમાં 11 અને ભરુચમાં 8 નવા કોરોનાના કેસ સહીત જિલ્લામાં વધુ 28 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જીલ્લામાં પોઝીટીવ કેસોની સંખ્યા 498 પર પહોંચી ગઈ છે.

તાપી જીલ્લામાં 3 કેસ નોંધાયા

તાપી જીલ્લામાં કોરોનાનાં 3 કેસ નોંધાયા છે. આ સાથે જ જીલ્લામાં કુલ કોરોનાનાં દર્દીઓની સંખ્યા 60 પર પહોંચી ગઈ છે.

સુરેન્દ્રનગરમાં 20 કેસ

સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાનાં નવા 20 કેસ નોંધાયા છે. ધાંગ્રધા શહેર અને ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા છે. તો પાટડીમાં 3, વઢવાણમાં 4 અને મૂળી તાલુકામાં 1 કેસ, ચુડામાં 1 અને લિંબડી તાલુકામાં 1 કેસ નોંધાયો છે. તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર, પાક વીમાના ભ્રષ્ટાચાર મામલે કરી રજૂઆત

pratik shah

વિદ્યાર્થી સંગઠનોના પ્રશ્નો-રજૂઆતો વધતા, યુનિ.માં વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે પ્રથમવાર સ્થાયી સમિતિની રચના

pratik shah

દુષ્કાળ, અતિવૃષ્ટી અને માવઠાથી થનારા નુકસાનનો ખેડૂતોને આ રીતે મળશે લાભ, સરકાર ખેડૂતો પર રીજી

Karan
Do NOT follow this link or you will be banned from the site!