GSTV

રાજ્યમાં કોરોના સંક્રમણનો સતત છઠ્ઠા દિવસે રેકોર્ડબ્રેક નવો આંક, ત્રણ દિવસથી 700 પ્લસ સાથે 37 હજારની નજીક

કોરોના માટે જુલાઈ નવા રેકોર્ડનો મહિનો બની રહ્યો હોય તેમ સતત છઠ્ઠા દિવસે કોરોનાના રેકોર્ડબ્રેક નવા આંક આવ્યા છે. આજે વધુ 735 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 36858 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. રાજ્યમાં નવા વધતા કેસો સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં એક્ટિવ કેસ 8573થી વધારે છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કોરોનાને કારણે 1962 લોકોના મોત નીપજ્યાં છે. રાજ્યમાં અનલોક થયા પછી કોરોના પણ અનલોક થયો છે. ગુજરાતમાં જુલાઈ મહિનામાં કોરોના સંક્રમણના સતત નવા રેકોર્ડો બની રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં 4215 નવા કેસ નોંધાયા છે. તો 6 દિવસમાં 114 લોકોના કોરોનાને કારણે મોત પણ નિપજ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ, સુરત, વડોદરા, સહિતના જિલ્લાઓમાં સંક્રમણ વધ્યું છે. રાજકોટ, મહેસાણા ભાવનગર સહિતના જિલ્લાઓમાં પણ કોરોના સંક્રમણના કેસો સતત વધ્યા છે.

જુલાઈમાં વધી રહ્યું છે સતત રેકોર્ડબ્રેક સંક્રમણ

તારીખનવા પોઝીટીવમોત
1 જુલાઈ67521
2 જુલાઈ68119
3 જુલાઈ68718
4 જુલાઈ71221
5 જુલાઈ72518
6 જુલાઈ73517

એક જિલ્લા પૂરતું મર્યાદિત ન રહેતાં વિવિધ જિલ્લાઓમાં સંક્રમણ વધ્યું

રાજ્યમાં કોરોના મહામારીનો આંક સતત ઊંચો જઈ રહ્યો છે. કોરોના સંક્રમણ રાજ્યના એક જિલ્લા પૂરતું મર્યાદિત ન રહેતાં ઠેર ઠેર સંક્રમણના કેસો વધી રહ્યા છે. રાજ્યમાં અમદાવાદ પૂરતું મર્યાદિત સંક્રમણ ન રહેતાં સુરત હોટ સ્પોટ બનવા ઉપરંત વડોદરા, બનાસકાંઠા જેવા વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદમાં કોરોના મહામારીના આજે વધુ 183 નવા કેસ આવ્યા છે. જ્યારે વધુ 7 લોકોના મોત થતાં અમદાવાદમાં અત્યાર સુધી મહામારીનો આંક 22075 ને પાર થયો છે. જ્યારે મોતનો આંક 1500 નજીક પહોંચી ગયો છે. અમદાવાદમાં કોરોનાને કારણે 1495 લોકોના જીવ ગયા છે. સુરતમાં મહામારીનો આંક 6 હજારને પાર થયો છે. વડોદરામાં પણ કોરોના મહામારથી 2,600થી વધુ લોકો સંક્રમિત થયા છે. ગાંધીનગરમાં પણ 719થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

READ ALSO

Related posts

નવા વર્ષની શરૂઆતમાં સોનાના ભાવ ઘટીને થઇ શકે છે રૂપિયા 42000, જાણો સૌથી મોટું કારણ

pratik shah

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!