GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

મે મહિનામાં 10 હજાર કેસ : ગુજરાતમાં સરેરાશ દરરોજ વધ્યા 403 કેસ, કોરોના બન્યો બેકાબૂ

  • ગુજરાતમાં 30 એપ્રિલ સુધીમાં કુલ 4395 પોઝીટીવ કેસ વધુ
  • 10073 નવા કેસ છેલ્લા 25 દિવસમાં આવ્યા
  • 20 દિવસ બાદ ફરી થયો આંક 400 પ્લસ

ગુજરાતમાં આજે 405 પોઝીટીવ કેસ આવ્યા એટલે રિપોર્ટ મુજબ ગુજરાતમાં મે મહિનામાં ફક્ત બે વખત 400થી વધારે કેસ નોંધાયા છે. પરંતુ હકિકત એ છે કે ગુજરાતમાં મે મહિનાના છેલ્લા 25 દિવસના એવરેજ 400થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં મે મહિનો ભારે પડી ગયો છે. ગુજરાતમાં ફક્ત મે મહિનાના 25 દિવસમાંજ 10 હજારથી વધારે પોઝીટીવ કેસ આવ્યા છે. ગુજરાતમાં 30 એપ્રિલ સુધીમાં કુલ 4395 પોઝીટીવ કેસ હતા. જેમાં વધુ 10073 નવા કેસ છેલ્લા 25 દિવસમાં આવ્યા છે. આમ ગુજરાતમાં મે મહિનાથી જ એવરેજ 403 કેસ નોંધાય છે એ પણ હકિકત છે. ગુજરાતમાં બે વખત 400થી વધુ કેસ આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધુ 441 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં મે મહિનામાં તારીખ મુજબ નોંધાયેલા પોઝીટીવ કેસ અને મોત

તારીખ નોંધાયેલ પોઝીટીવ થયેલ મોત
1 મે 326 22
2 મે 333 26
3 મે 374 28
4 મે 376 29
5 મે 441 49
6 મે 380 28
7 મે 388 29
8 મે 390 24
9 મે 394 23
10 મે 398 21
11 મે 347 20
12 મે 362 24
13 મે 364 29
14 મે 324 20
15 મે 340 20
16 મે 1057 19
17 મે 391 34
18 મે 366 35
19 મે 395 25
20 મે 398 30
21 મે 371 24
22 મે 363 29
23 મે 396 27
24 મે 394 29
25 મે 405 30

અમદાવાદમાં સુપરસ્પ્રેડર અભિયાન હેઠળ દરરોજ નવા કેસ ન બતાવતા એક જ દિવસે 709 કેસ બતાવી દેવાતા 16 મેના રિપોર્ટમાં ગુજરાતમાં કુલ નવા 1057 કેસ આવ્યા હતા. ગુજરાતમાં કોરોના કહેરમાં છેલ્લા 7000 કેસ ફક્ત 17 દિવસમાં થયા છે. ગુજરાતમાં કોરોના કહેરના કેસ ઓછા થવાનું નામ લેતા જ નથી ટેસ્ટિંગની સંખ્યા પણ 17 મે પછીથી વધારી દેવામાં આવી છે. ગુજરાતમાં કોરોના કહેર વચ્ચે મોતનો આંક પણ ઊંચો જ જઈ રહ્યો છે. ગુજરાતમાં મે મહિનાની શરૂઆત પહેલા 214 લોકોના મોત થયા હતા જ્યારે આજે 25 દિવસમાં વધુ 674 લોકોના મોત થયા છે. મે મહિનામાં એવરેજ 27 લોકોના મોત થઈ રહ્યા છે. ગુજરાતમાં એવરેજ 403 કેસ નવા નોંધાયા છે. ગુજરાતમાં કોરોના મહામારી અટકવાનું નામ લેતું નથી એ હકિકત રાજ્ય સરકાર દ્વારા અપાતા આંક જ બતાવી રહ્યા છે કે લોકડાઉનની અમલવારીમાં ક્યાંક કચાશ રહી ગઈ છે. 4 થા લોકડાઉનમાં છૂટછાટો સાથે કન્ટેન્ટમેન્ટ અને નોનકન્ટેન્ટમેન્ટ ઝોન બનાવાયા છે. પરંતુ ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં કેસો વધી રહ્યા છે એ પણ હકિકત છે.

28 એપ્રિલ પછીથી કોરોનાએ ગુજરાતમાં ગતિ પકડી

ગુજરાતમાં 28 એપ્રિલ પછીથી કોરોના કહેરનો આંક પણ પાછુ વળીને જોતો નથી એ હકિકત બની ગઈ છે. ગુજરાતમાં તે પછીથી સતત 300 પ્લસ કેસ નોંધાયા હતા. રાજ્યમાં 5 મેના સૌથી વધારે 441 પોઝીટીવ કેસ નોંધાયા હતા. તે પછી 20 દિવસ બાદ કોરોનાનો આંક 400 પ્લસ ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમા વધુ 405 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 30 લોકોના મોત પણ થયા છે. સાથે જ 224 દર્દીને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. તે પછી સુરતમાં વધુ 31 નવા કેસ આવ્યા છે. વડોદરામાં પણ 18 અને સાબરકાંઠામાં વધુ 12 પોઝીટીવ આવ્યા છે. ગુજરાતમાં અમદાવાદમાં આંક 10590ને વટાવી ગયો છે તો સુરતમાં 1351થી વધારે પોઝીટીવ આવ્યા છે. વડોદરામાં પણ 854થી વધારે પોઝીટીવ થયા છે. રાજકોટ, ભાવનગરને પાછળ રાખી ગાંધીનગરમાં પોઝીટીવ કેસનો આંક વધી રહ્યો છે. ગાંધીનગરમાં 225 પોઝીટીવ કેસ આવ્યા છે.

Read Also

Related posts

અમદાવાદના આ યુવકને PUBG ગેમ રમવી પડી ભારે, ખાતામાંથી કપાઈ ગયા આટલા હજાર રૂપિયા

Nilesh Jethva

કોરોનાનો કહેર : અમદાવાદના આ 26 વિસ્તારને કરાયા માઈકો કન્ટેન્મેન્ટ જાહેર

Nilesh Jethva

આ ATMમાં પૈસા ઉપાડવાના નહીં નાખવાના, બદલામાં મળશે પાણી-પુરી! જુઓ આ ગજબ મશીનનો Video

Arohi
Do NOT follow this link or you will be banned from the site!