GSTV
Gujarat Government Advertisement

રાહતના સમાચાર/ ગુજરાતમાં કોરોના હાંફવા લાગ્યો : 5 લાખ દર્દી થયા સાજા, કાલે પણ નોંધાયો નવો રેકોર્ડ

કોરોના

Last Updated on May 8, 2021 by Damini Patel

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૨,૦૬૪ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧૧૯ના કોરોનાથી મૃત્યુ થયા છે. રાજ્યમાં ૧૯ એપ્રિલ બાદ કોરોનાના આ સૌથી ઓછા દૈનિક કેસ છે. આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૩,૦૮૫ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાને હરાવનારા દર્દીઓનો આંક ૫ લાખને પાર થઇ ગયો છે. અત્યારસુધી કુલ ૫,૦૩,૪૯૭ દર્દી કોરોનાથી સાજા થઇ ચૂક્યા છે અને રીક્વરી રેટ ૭૬.૫૨% છે. કોરોનાના કુલ કેસ હવે ૬,૫૮,૦૩૬ જ્યારે કુલ મરણાંક ૮,૧૫૪ છે. આ પૈકી હાલ ૧,૪૬,૩૮૫ એક્ટિવ કેસ છે જ્યારે ૭૭૫ દર્દી વેન્ટિલેટર પર છે.

રાજ્યના વિવિધ શહેરોમાં કોરોનાની સ્થિતિ

કોરોના

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં ૩૭૪૪-ગ્રામ્યમાં ૯૩ સાથે ૩,૮૩૭ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૧,૯૭,૪૭૮ છે. સુરત શહેરમાં ૯૦૩-ગ્રામ્યમાં ૩૦૬ સાથે ૧૨૦૯, વડોદરા શહેરમાં ૬૪૮-ગ્રામ્યમાં ૩૯૦ સાથે ૧૦૩૮, રાજકોટ શહેરમાં ૩૮૬-ગ્રામ્યમાં ૧૧૦ સાથે ૪૯૬ નવા કેસ નોંધાયા છે. કુલ કેસનો આંક હવે સુરતમાં ૧,૨૬,૮૫૧-વડોદરામાં ૫૭,૬૨૬ અને રાજકોટમાં ૪૭૬૫૨ છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૭૨૬ સાથે જામનગર, ૪૯૭ સાથે મહેસાણા, ૪૮૨ સાથે જુનાગઢ, ૩૯૧ સાથે ભાવનગર, ૨૮૬ સાથે ગાંધીનગર, ૨૩૧ સાથે ગીર સોમનાથ, ૨૨૩ સાથે પંચમહાલ, ૨૧૧ સાથે કચ્છ, ૨૧૦ સાથે મહીસાગર, ૨૦૭ સાથે બનાસકાંઠા, ૧૯૫ સાથે આણંદ, ૧૯૦ સાથે દાહોદ, ૧૫૫ સાથે અરવલ્લી, ૧૪૬ સાથે નવસારી, ૧૪૨ સાથે ખેડા, ૧૩૯ સાથે પાટણ, ૧૧૪ સાથે ભરૃચ-નર્મદાનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

કોવિડ

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૧૭, જામનગરમાંથી ૧૩, સુરત-રાજકોટમાંથી ૧૨, ભાવનગરમાંથી ૧૧, વડોદરામાંથી ૯, જુનાગઢમાંથી ૭ એમ રાજ્યભરમાંથી ૧૧૯ના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૩૦૭૩, સુરતમાં ૧૬૮૮, વડોદરામાં ૬૦૪, રાજકોટમાં ૫૬૯, જામનગરમાં ૩૦૫ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૫૨૭૦, સુરતમાંથી ૨૧૬૯, વડોદરામાંથી ૭૫૪, રાજકોટમાંથી ૫૦૮ એમ રાજ્યભરમાંથી ૧૩,૦૮૫ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. વધુ ૧,૩૮,૫૯૩ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૧.૮૮ કરોડ છે. રાજ્યમાં હાલ ૪,૫૭,૭૯૨ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

રીક્વરી રેટ : ગુજરાત ટોપ-૨૫ રાજ્યોમાં પણ નથી

ગુજરાતમાં કોરોનાથી સાજા થનારા દર્દીનો આંક હવે ૫ લાખને પાર થઇ ગયો છે. જોકે, રીક્વરી રેટને મામલે ગુજરાત હજુ ટોપ-૨૫ રાજ્યોમાં નથી. ગુજરાતમાં હાલ સાજા થવાનો દર ૭૬.૫૨% છે. તામિલનાડુ (૮૮.૬૦%), પશ્ચિમ બંગાળ (૮૫.૭૦%), મહારાષ્ટ્ર (૮૫.૫૦%), મધ્ય પ્રદેશ-આંધ્ર પ્રદેશ (૮૪.૩૦%),છત્તીસગઢ (૮૨.૭૦% ), ઉત્તર પ્રદેશ (૮૧.૫૦%), કેરળ (૭૭.૬૦%) જેવા રાજ્યો ગુજરાતથી વધુ કોરોનાના કેસ ધરાવે છે. પરંતુ તેમનો રીક્વરી રેટ ગુજરાત કરતાં સારો છે.

કોરોના

ગુજરાતમાં કોરોનાથી ક્યારે કેટલા દર્દી સાજા થયા?

તારીખ : સાજા થયેલા દર્દી

૧૮ એપ્રિલ : ૧,૦૧,૨૦૧

૬ ડિસેમ્બર : ૨,૦૦,૧૧૨

૫ એપ્રિલ : ૩,૦૦,૭૬૫

૨૯ એપ્રિલ : ૪,૦૮,૩૬૮

૭ મે : ૫,૦૩,૪૯૭

Read Also

Gujarat Government Advertisement

Related posts

તારાજી / એક જ દિવસમાં 70 ઈંચ વરસાદથી શાપુર થઈ ગયું હતું બરબાદ, લોકોએ 48 કલાક ઘરના છાપરે વિતાવ્યા હતા

Dhruv Brahmbhatt

નવા સમીકરણો/ પ્રથમવાર અમિત શાહનો પ્રેમ ઉભરાયો, નીતિન પટેલને ગાડીમાં લઈને ફર્યા અને એક કલાક બેઠક થઈ

Damini Patel

રૂપાણી સરકાર ભરાશે : ગુજરાતમાં ફરી ખેડૂત આંદોલન ધમધમવાની સંભાવના, થઈ રહી છે અંદરખાને બેઠકો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!