GSTV

ગુજરાતમાં કોરોનાના કારણે 3ના મોત, કુલ પોઝિટીવ કેસ 43

ગુજરાતમાં કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં જ કોરોનાને કારણે 2 લોકોના મોત થતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ 43 કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના મુદ્દે હાલની સ્થિતિ અંગે માહિતી આપી હતી.

ગુજરાતમાં કોરોનાની અત્યાર સુધીની અપડેટ

રાજકોટમાં પણ 4 કેસ બહાર આવ્યા છે. જેમનું મોત થયું છે તેઓ અગાઉ પણ અલગ અલગ બિમારીથી પીડિત હતા. ભાવનગર જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ બહાર આવ્યો છે. આજે સવારે એક 70 વર્ષિય દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં આજે અમદાવાદમાં 17, ગાંધીનગરમાં 7, સુરતમાં 7 વડોદરામાં 8, રાજકોટમાં 4, કચ્છમાં 1 અને ભાવનગરમાં એક કેસ પોઝિટીવ મળી આવ્યો છે. હાલમાં 761 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. ગઈકાલ રાત સુધી ગુજરાતમાં 39 કેસ જ હતા. આજે અમદાવામાં 01, સુરતમાં 01, ભાવનગરમાં 01 અને ગાંધીનગરમાં 01 કેસ વધ્યો છે.

ગાંધીનગરમાં એક જ પરિવારના 6 લોકો જ્યારે વડોદરામાં એક પરિવારના 5 લોકોને કોરોનો વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બન્ને કેસમાં સામાન્ય બાબત એ છે કે પરિવારમાંથી એક વ્યક્તિ વિદેશથી આવી અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઘરના અન્ય સભ્યોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. ગાંધીનગરમાં યુવાન 17 માર્ચે દુબઇથી જ્યારે વડોદરાના બિલ્ડર 14 માર્ચે શ્રીલંકાથી આવ્યા હતા.

ગુજરાતમાં કોરોનાનો ફફડાટ વધ્યો છે. સરકારના પ્રયાસો છતાં પણ કોરોના અટકવાનું નામ લઈ રહ્યો નથી. રાજ્યમાં અમદાવાદમાં 15 કેસો સામે આવ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 43એ પહોંચ્યો છે. રાજ્યમાં 3નાં મોત થતાં રાજ્ય સરકાર પણ ચિંતિત બન્યું છે.

  • ભાવનગર જિલ્લામાં પ્રથમ પોઝિટીવ કેસ બહાર આવ્યો
  • ગુજરાતમાં કોરોનાના કુલ 43 કેસ
  • સુરત, અમદાવાદ અને ભાવનગરમાં મળી 3 દર્દીનાં મોત
  • વડોદરામાં કોરોનાના આઠ પોઝિટીવ કેસ
  • રાજ્યમાં કોરોનાનો ફફડાટ વધ્યો
  • સવારે 70 વર્ષિય દાદીનું મોત થયું

ભારતમાં કોરોનાનો ફેલાવો

કોરોનાના સંકટના કારણે દેશભરમાં લાગુ થયેલા લોકડાઉન વચ્ચે દર્દીઓની સંખ્યા અને મોતના આંકડામાં વધારો નોંધાયો છે.આજે જમ્મુ કાશ્મીરમાં એક પ્રૌઢનું મોત થતા મૃત્યુઆંક 14 થયો છે.દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 649 થઈ છે.જેમાં 14 લોકોના મોત થયા છે. 42 લોકો સારવાર લઈને સ્વસ્થ્ય થાય એટલે કે 26 પ્રદેશમાં કોરોનાના પોઝિટીવ કેસ છે.સૌથી વધુ મહારાષ્ટ્રમાં કરોનાના 125 કેસ છે.જેમાં ત્રણ લોકોના મોત થયા છે.કેરળમાં 101 લોકો સંક્રમિત છે..જ્યારે ઉત્તર પ્રદેશમાં દર્દીઓની સંખ્યા 36 થઈ છે.

સમગ્ર દુનિયામાં કોરોનાનો કહેર

સમગ્ર દુનિયામાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના કારણે કુલ મૃત્યુઆંક 19 હજાર 246 હજારને પાર થયો છે. ચાર લાખ ,27 હજારથી વધુ લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. કોરાનાના કારણે ભારતમાં 21 દિવસના લોકડાઉનનો આજે બીજો દિવસ છે.કોરોનાના કારણે ઈટાલીમાં કુલ મૃત્યુઆંક સાત હજારને પાર થયો છે. કોરોનાના કારણે ઈટાલી બાદ હવે સ્પેનમાં પણ મોતનો આંકડો સતત વધી રહ્યો છે અને સ્પેનમાં 738 લોકોના વધુ મોત થયો છે. જેથી સ્પેનમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ત્રણ હજાર ચારસોનો પાર થયો. ઈરાનમાં કોરોનાથી વધુ 143 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 2077 સુધી પહોંચી ગયો છે. શ્રીલંકામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 100ને પાર થઈ છે.

READ ALSO

Related posts

અમદાવાદ કમિશ્નરને છે હજુ આ ભય, 24 કલાકમાં નવા 11 પોઝિટીવ કેસો બહાર આવ્યા

Karan

કોરોનાનો કહેર: અમેરિકામાં વધી રહ્યું છે સંકટ, ન્યૂયોર્કનાં ઝૂમાં વાઘણમાં જોવા મળ્યું સંક્રમણ

pratik shah

કોરોનાનું ટ્રેન કનેક્શન: તબલિગી જમાતથી આ રીતે દેશમા ફેલાયો વાયરસ, 5 કેન્દ્રો બન્યા હોટસ્પોટ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!