GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

રાજ્યમાં કોરોનાનો આતંક: છેલ્લાં 24 કલાકમાં 367 નવા દર્દીઓ નોંધાયા, 22 લોકોનાં થયા મોત

કોરોના

રાજ્યમાં કોરોના મહામારીના આંક સતત વધી રહ્યા છે. રાજ્યમાં લોકડાઉનનો ચોથો તબક્કો અંતીમ ચરણમાં છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં અમદાવાદ -૨૪૭, સુરત-૪૪, વડોદરા-૩૩, મહીસાગર ૦૮, કચ્છ- ૦૭, રાજકોટ-૦૭, ગાંધીનગર – ૦૪, આણંદ, પંચમહાલ ૨, ખેડા, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, છોટાઉદેપુર, ગીરસોમનાથ, જુનાગઢ, મહેસાણા, મોરબી, નવસારી, પાટણ, સુરેન્દ્રનગર અનેવલસાડ ખાતે ૧-૧ કેસ એમ રાજ્યમાં કુલ ૩૬૭ નવા કેસ નોંધાયેલ છે, જેની સામે ૪૫૪ દદીઓ ને સાજા થતા રજા આપવામાં આવેલ છે. આમ, હાલ રાજ્યમાંકુલ ૬૬૧૧ એક્ટીવ કેસ છે. રાજ્યમાં અમદાવાદ – ૧૬, વડોદરા- ૩, કચ્છ, પાટણ, અને સુરેન્દ્રનગર ખાતે ૧-૧ મરણ આજ રોજ કોચવદ-૧૯ નાં કારણે નોંધાયેલ છે. અત્યાર સુધીમાં કુલ ૯૬૦ મરણ થયેલ છે.

૪૫૪ દર્દીઓ સાજા થયા

આજ રોજ રાજયમાં કુલ-૪૫૪ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલા છે. જેમાં અમદાવાદ જીલ્લામાંથી સૌથી વધુ ૩૮૧ દદીઓને અને ત્યારબાદ સુરત જીલ્લામાંથી ૨૧ દર્દીઓને રજા આપવામાં આવેલ છે. આ ઉપરાંત કચ્છ- ૧૨, અરવલ્લી – ૧૦, ગાંધીનગર -૭, પાટણ- ૬, જામનગર- ૪, જુનાગઢ- ૩, અમરેલી, બનાસકાંઠા, ભાવનગર અને સાબરકાંઠા-૨-૨, ખેડા અને વલસાડ-૧-૧ દદીઓને સાજા થતા રજા આપવામાંઆવેલ છે.

Corona
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 367
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 15572
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 22
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 454
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 8001

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત નીચે મુજબ છે.

કુલવેન્ટિલેટરસ્ટેબલડીસ્ચાર્જમૃત્યુ
66117665358001960

રાજ્યના જુદા-જુદા જીલ્લાઓમાં કુલ ૩,૧૩,૭૨૯ વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવેલા છે. જે પૈકી ૩,૦૫,૪૪૩ વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન તથા ૮,૨૮૬ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવેલા છે.

અમદાવાદમાં ઉત્તર ઝોનમાં 1195 એક્ટિવ કેસ

પહેલા કોટ વિસ્તારને ભરડામાં લીધું હતું. હાલમાં ઉત્તર ઝોનનો વારો હોય તેવું લાગી રહ્યું છે. ઉત્તર ઝોનમાં સૌથી વધુ 1195 કેસ સક્રિય છે. આ વિસ્તારોમાં નરોડા, સરસપુર, બાપુનગર, રખિયાલ વગેરે વિસ્તારો આવે છે. જ્યારે કોટ વિસ્તારના મધ્ય ઝોનમાં હવે 1112 એક્ટિવ કેસ છે. મધ્યઝોનમાં જમાલપુર, કાલુપુર, દરિયાપુર, ખાડિયા વગેરેનો સમાવેશ થાય છે. અમદાવાદમાં હોટસ્પોટ તરીકે સૌથી પહેલા કોટ વિસ્તારોમાં આ વિસ્તારોને અસર પહોંચી હતી. હાલમાં કોરોનાએ અમદાવાદમાં ચોક્કસ તેનું સ્થાન બદલ્યું હોય તેવું લાગી રહ્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કેસો ઘટી રહ્યા છે જ્યારે નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કેસોનો વધારો થઈ રહ્યો છે.

ઉત્તરઝોનમાં છેલ્લા એક જ મહિનામાં 1000 કેસ નોંધાયા

કોરોનાના કેસમાં વધારો ના થાય તે માટે પૂર્વ પશ્ચિમ વિસ્તારોને જોડતા નદી પરના બ્રીજો પણ બંધ કરાયા હતા. અમદાવાદમાં હવે નવા કન્ટેન્ટમેન્ટ ઝોન ઉત્તર તેમજ દક્ષિણ ઝોનમાં દેખાઈ રહ્યા છે. દક્ષિણ ઝોનમાં ઈસનપુર, વટવા, લાંભામાં કેસો વધી રહ્યા છે. અમરાઈવાડીમાં એક જ દિવસમાં 35 નવા કેસો વધ્યા છે. તો ઉત્તર ઝોનમાં નરોડા, બાપુનગર, સરસપુર, રખિયાલ, ઠક્કરબાપા નગર, સરદારનગરમાં કેસો વધી રહ્યા છે. અમદાવાદમાં જૂના કોરોના હોટસ્પોટ વિસ્તારોમાં કેસો ઘટે છે તો બીજી તરફ નવા હોટ સ્પોટ વિસ્તારમાં કેસો વધ્યા તે પણ હકિકત છે. ઉત્તરઝોનમાં છેલ્લા એક જ મહિનામાં 1000 કેસ નોંધાયા છે. છેલ્લા બે દિવસમાં માત્ર નરોડામાં જ 55 કેસ, બાપુનગરમાં 27, ઠક્કરબાપાનગરમાં 18, સરદારનગરમાં 15, સરસપુર- રખિયાલમાં 15, સૈજપુર બોધામાં 13, ઇન્ડિયા કોલોનીમાં 6 અને કુબેરનગરમાં 5 કેસ જેટલા કેસ આવ્યા છે.

ઉત્તર ઝોનમાં છેલ્લા 8 દિવસમાં જ 484થી વધારે કેસ

ઉત્તર ઝોનમાં છેલ્લા 8 દિવસમાં જ 484થી વધારે કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના સૌથી વધુ છે. જ્યારે મધ્ય ઝોનમાં 319 કેસ નોંધાયા છે. ઉત્તર ઝોનમાં 24 મેના સૌથી વધુ 95 કેસ નોંધાયા હતા. શહેરમાં લોકડાઉનમાં છૂટછાટ અપાયા બાદ પશ્ચિમ વિસ્તારમાં પણ કેસો વધી રહ્યા છે. અમદાવાદમાં લોકડાઉન ખુલ્યાના 8 દિવસમાં કુલ 2158 કેસ નોંધાયા છે તો મોતનો આંક પણ 190ને પાર થયો છે.

સુરતમાં 44 પોઝીટીવ કેસ

સુરતમાં કોરોનાના એક જ દિવસમાં નવા 44 પોઝિટિવ કેસ નોંધાયા  અને કુલ પોઝિટિવ કેસની સંખ્યા પંદરસોને પાર થઈ છે. આ ઉપરાંત આજે કોરોનાના એક દર્દીનું મોત પણ નિપજ્યુ છે. સુરત શહેર તેમજ જિલ્લામાં મળીને કુલ પોઝિટિવ કેસની સંખ્યા પંદરસોને પાર થઈ છે..આજે સુરતમાં મૃત્યુ પામેલા દર્દી 70 વર્ષીય વૃદ્ધ હતા.અને તેઓ શહેરના રેડ ઝોન એવા લિંબાયના રહેવાસી હતી. સુરત જિલ્લામાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 67 થયો છે. સુરતમાં 70 ટકા મૃતકો 50 વર્ષથી વધુ વયના છે.

બરોડામાં 28 પોઝીટીવ કેસ

વડોદરામાં કોરોનાનો કેર યથાવત છે.અને  છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 28 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 961 છે. વડોદરામાં 24 કલાકમાં 141 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 28 પોઝિટિવ કેસ છે.જિલ્લામાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 42 થયો છે. આજે કોરોનાના વધુ 18 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અને અત્યાર સુધુ કુલ 548 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

READ ALSO

Related posts

કોરોના સંકટમાં ભારતને મોટી સફળતા: પ્રથમ સ્વદેશી કોરોના વેક્સીન તૈયાર, આ દિવસે થશે લૉન્ચ

Bansari

વાલીઓની માંગ મંજુર: NEET અને JEE હાલ પૂરતી મોકૂફ, હવે લેવાશે સપ્ટેમ્બરમાં પરીક્ષા

Bansari

અમદાવાદના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં થશે ચાઇનીઝ પ્રોડક્ટનો ઉપયોગ, ચીની કંપની સાથે થયો છે અધધ કરોડનો કોન્ટ્રાક્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!