GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

કોરોના વકર્યો, ગુજરાતમાં 2 ધારાસભ્ય કોરોના પોઝિટીવ અને એક પૂર્વ કેન્દ્રીય મંત્રી વેન્ટિલેટર પર

ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. અમદાવાદ બાદ હવે સુરત, રાજકોટ અને અન્ય શહેરોમાં કેસમાં દિન પ્રતિદીન વધારો થઈ રહ્યો છે. જેની ઝપેટમાં હવે રાજકીય અગ્રણીઓ પણ આવી રહ્યા છે. રાજ્યનાં બે ધારાસભ્યો અને એક પૂર્વ કેન્દ્રિય મંત્રી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેમા ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવાડીયા અને ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો સમાવેશ થાય છે.

કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. નોંધનિય છે કે આ ધારાસભ્ય જ્યારે સીએમ રૂપાણી અને ડે. સીએમ નીતિન પટેલ સુરતમાં આવ્યા હતા ત્યારે તેમનાં સમ્પર્કમાં આવ્યા હતા. આ ઉપરાંત શનિવારે તેઓ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે પણ બેઠકમાં હાજર હતા. ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયાને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પહેલા કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસનાં નેતા અમિત ચાવડાએ ટ્વિટ કરીને લખ્યું છે કે બનાસકાંઠાની વાવ વિભાનસભા ક્ષેત્રનાં લોકોની સેવામાં સતત કાર્ય રહેતા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે, ઈશ્વર તેમને જલ્દીથી જલ્દી સાજા કરે તેવી મારી પ્રાથર્ના.

તો બીજી તરફ કોંગ્રેસના અગ્રણી નેતા ભરત સોલંકીને શ્વાસ લેવામાં તકલીફ પડતા વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે. ભરતસિંહ સોલંકીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા પ્રથમ વડોદરા ખાતેની હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોંગ્રેસી અગ્રણી અને સિનિયર નેતા ભરતસિંહ સોલંકીને સિમ્સ હોસ્પિટલ ખાતે વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા. જ્યાં તેઓની સ્થિતિ સ્થિર હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું છે.

તેમને આપવામાં આવતા ઓક્સિજનના પ્રેશરમાં વધારો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ ભરતસિંહની તબિયત જાણવા સિમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેઓએ ભરતસિંહ સોલંકીની સારવાર કરી રહેલ મેડિકલ ટીમ સાથે મુલાકાત કરી હતી. 22 જૂનના રોજ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના બાદ તેઓને તાત્કાલિક વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતું તેમની તબિયત વધુ લથડતા તેઓને થોડા દિવસમાં અમદાવાદ સીમ્સ હોસ્પીટલમાં ટ્રાન્સફર કરાયા હતા. ભરતસિંહને પ્લાઝ્મા થેરાપીના બે ડોઝ અપાયા છે. જોકે, પ્લાઝ્મા થેરપી બાદ પણ તબિયતમાં કોઈ સુધારો નથી તેવું તબીબોએ જણાવ્યું. ભરતસિંહ સોલંકી માટે આગામી 24 કલાક મહત્વના બની રહેશે.

READ ALSO

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

મહેસાણામાં 16 વર્ષ પહેલા થયેલી 4 હત્યાના આરોપીને ATS એ દિલ્હીથી ઝડપી પાડ્યો

Nilesh Jethva

પંચમહાલના દેવ ડેમના બે ગેટ ખોલવામાં આવતા નિચાણવાળા ગામોને કરાયા એલર્ટ, મોરબીનો રાજાશાહી ચેકડેમ ઓવરફલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!