GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાતમાં ફરી માથું ઉંચકતો કોરોના / છેલ્લા 24 કલાકમાં નોંધાયા 71 કેસ, અમદાવાદમાં સૌથી વધુ

ફરી એકવખત કોરોનાએ ગુજરાતમાં માથું ઉંચકવાનું શરૂ કર્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 કેસ નોંધાયા છે. જ્યારે 28 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. હાલમાં સમગ્ર રાજ્યમાં કુલ 459 જેટલા એક્ટિવ કેસ છે. જેમાંથી 8 લોકોને વેન્ટીલેટર પર સારવાર આપવામાં આવી રહ્યું છે. આજે નોંધાયેલા 70 કેસોમાં સૌથી વધુ 13 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે જામનગરમાં 10 અને સુરતમાં 9 કેસ નોંધાયા છે.

કોરોના

સચિવાલયમાં કોરોનાની એન્ટ્રી

રાજ્યમાં કોરોના સંક્રમણનો કહેર ધીમે પગલે વધી રહ્યો છે. કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટની ભીતિ  વચ્ચે ગાંધીનગરના સચિવાલયમાં પણ કોરોનાની રિ-એન્ટ્રી થઇ છે. ગાંધીનગર સચિવાલયમાં સામાન્ય વહીવટ વિભાગના સચિવ કોરોના સંક્રમિત થયા છે.

કોરોના
Wuhan, China – East Asia, Corona virus, Pneumonia

બરાબર એક મહિના પછી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2022ની સચિવાલયમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સામાન્ય વહીવટ વિભાગના સચિવ સંક્રમિત થતા અન્ય કર્મચારીઓ અને અધિકારીઓમાં ભયની લાગણી ફેલાઈ છે. જો કે સમાન્ય વહીવટી વિભાગના સચિવને સર્પકમાં રહેલા કર્મચારીઓ  ને કોવિડ ટેસ્ટ કરાવવાની સૂચના આપી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

સંજય રાઉતનો એકનાથ શિંદેને ખુલ્લો પડકાર! તમારી પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે તો શા માટે ગુવાહાટીમાં છો, દેખાડો તમારું શક્તિપ્રદર્શન

pratikshah

ભાવનગરની મહિલા કોલેજ આવી વિવાદમાં, કોલેજના આચાર્યની મનમાની સામે રોષ

pratikshah

મહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણમાં હવે દાઉદ ઈબ્રાહીમના નામની એન્ટ્રી, એકનાથ શિંદેના એક Tweetએ મચાવી બબાલ

pratikshah
GSTV