GSTV
Ahmedabad ટોપ સ્ટોરી

દિવાળી ઈફેક્ટ? ગુજરાતમાં લાંબા સમય બાદ કોરોના કેસે ફટકારી અડધી સદી, અમદાવાદમાં 50 ટકાથી વધુ સંક્રમિતો મળ્યા

કોરોના

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 54 કેસ નોંધાયા હતા. જોકે રાહતની વાત એ છે કે આ દરમિયાન કોરોનાના કારણે એક પણ મૃત્યુ નથી થયું. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા છે. અહીં કુલ 18 કેસ નોંધાયા છે.

કોરોના

દિવાળી પછીથી કોરોનાના કેસોમાં વધઘટ થઈ રહી છે. ત્યારે આજે રાજ્યમાં કોરોનાએ અડધી સદી મારી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 54 કેસ નોંધાયા છે. મોજશોખ અને કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવતા અમદાવાદીઓ માટે ચિંતાનો વિષય છે. કેમ કે અમદાવાદમાં સૌથી વધુ કેસો સામે આવી રહ્યા છે. આજરોજ અમદાવાદમાં 28 નવા કેસો સામે આવ્યા છે. જે ચિંતાનો વિષય છે. આટલી મોટી સંખ્યામાં કેસો સામે આવતા તંત્રની ઉંઘ ઉડી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પહેલાની જેમ ટેસ્ટિંગ ડોમ ઉભા કરી દીધા છે અને વેક્સિનેશન ઝડપી બનાવવાની કામગીરી હાથ ધરી છે.

ક્યા કેટલા કેસ નોંધાયા

બીજા ડોઝ માટે લોકોને કરવામાં આવી રહ્યા છે ફોન

કોરોના સામેનો એકમાત્ર હથિયાર હાલ કોરોના વેક્સિન છે. રસીકરણમાં ઝડપ લાવવા માટે તંત્ર દ્વારા લોકોને ફોન કરવામાં આવી રહ્યા છે. જેનો બીજો ડોઝ બાકી હોય એવા લોકોને ફોન કરી જાણ કરવામાં આવી રહી છે.

ટેસ્ટિંગ ડોમ ફરી કાર્યરત

રાજ્યમાં દિવાળીનો તહેવાર પૂર્ણ થઈ ગયો છે, ત્યાર પછી ગુજરાત અને શહેરમાં અચાનક ઘાતક કોરોના વાયરસના કેસો નોંધાતા ફરીથી ચિંતાની લહેર ઉઠી છે. આ કારણે અમદાવાદ મ્યુનિસિપલ તંત્રના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ટેસ્ટના ડોમ ઉભા કરી દેવામાં આવ્યા છે. શહેરના વિવિધ સ્થળો પર 30થી 40 ડોમ ઉભા થઈ ચૂક્યાછે.

Read Also

Related posts

BIG BREAKING / સુપ્રીમકોર્ટે ફ્લોર ટેસ્ટ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો, 9 વાગ્યે મહત્વનો ચુકાદો આપશે

Hardik Hingu

મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષમાં અમિત શાહની એન્ટ્રી : ભાજપ હવે ઉદ્ધવ સરકારને ઉથલાવી દેશે

Hardik Hingu

એકનાથ શિંદે ગ્રુપના બાગી ઉમેદવારોને ન મનાવી શક્યા ઉદ્ધવ ઠાકરે, ફ્લોર ટેસ્ટ ટાળવા સરકારની સુપ્રીમ સુધી લડાઈ

Zainul Ansari
GSTV