GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

કોરોનાનું રૌદ્ર સ્વરૂપ / છેલ્લા 24 કલાકમાં નોંધાયા 700થી વધુ સંક્રમિતો, જાણો ક્યા કેટલા કેસ નોંધાયા

કોરોના

રાજ્યમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે. સતત કોરોના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાથી ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાય તેવું ભયાવહ ચિત્ર સામે આવી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 700થી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ પછી સુરત, વડોદરામાં કોરોના કેસ વધી રહ્યા છે. અમદાવામાં આજે કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરતમાં પણ કોરોનાએ સદી ફટકારી છે.

કોરોના

રાજ્યના આરોગ્ય વિભાગે જારી કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 717 નવા કેસ નોંધાયા છે. જોકે રાહતની વાત એ છે કે આ દરમિયાન એક પણ મોત નથી થયું. છેલ્લા 24 કલાક દરમિયાન 562 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલ કુલ 3879 એક્ટિવ કેસ છે. જેમાંથી એક દર્દીઓ હાલ વેન્ટીલેટર પર છે. જ્યારે બાકીના 3878 દર્દીઓ હાલ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી 10,948 લોકોના મોત કોરોનાના કારણે થયા છે.

કોરોના

અમદાવાદ કોરોનાનું એપિસેન્ટર બનતું જાય છે. અમદાવાદીઓની બેદરકારીના કારણે કોરોનાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 309 જ્યારે જિલ્લામાં 7 નવા કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં પણ કોરોનાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સુરત કોર્પોરેશનમાં 88 જ્યારે જિલ્લામાં 28 આમ કુલ 116 કેસ નોંધાયા, જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 29 નવા કેસ નોંધાયા છે.

ક્યા કેટલે કેસ નોંધાયા

કોરોના

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

મિશન 2022 / ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે રાજસ્થાનના CM, સૌરાષ્ટ્ર-કચ્છ પટ્ટા પર કોંગ્રેસનું ફોકસ

Zainul Ansari

મિશન 2022 / ગુજરાતમાં દરેક બાળકને ફ્રી અને સારુ શિક્ષણ આપીશું, જન્મદિવસે કેજરીવાલની વધુ એક ગેરન્ટી

Hardik Hingu

નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 1000 કરોડનું ડ્રગ્સ

Bansari Gohel
GSTV