રાજ્યમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે. સતત કોરોના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાથી ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાય તેવું ભયાવહ ચિત્ર સામે આવી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 500થી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ પછી સુરત, વડોદરામાં કોરોના કેસ વધી રહ્યા છે. અમદાવામાં આજે કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરતમાં પણ કોરોનાએ સદી ફટકારી છે.

રાજ્યના આરોગ્ય વિભાગે જારી કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 580 નવા કેસ નોંધાયા છે. જોકે રાહતની વાત એ છે કે આ દરમિયાન એક પણ મોત નથી થયું. છેલ્લા 24 કલાક દરમિયાન 391 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલ કુલ 3478 એક્ટિવ કેસ છે. જેમાંથી ત્રણ દર્દીઓ હાલ વેન્ટીલેટર પર છે. જ્યારે બાકીના 3475 દર્દીઓ હાલ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી 10,947 લોકોના મોત કોરોનાના કારણે થયા છે.

અમદાવાદ કોરોનાનું એપિસેન્ટર બનતું જાય છે. અમદાવાદીઓની બેદરકારીના કારણે કોરોનાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 229 જ્યારે ગ્રામ્યમાં 7 નવા કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં પણ કોરોનાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સુરત કોર્પોરેશનમાં 87 જ્યારે જિલ્લામાં 19 આમ કુલ 160 કેસ નોંધાયા, જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 33 નવા કેસ નોંધાયા છે.
ક્યા કેટલે કેસ નોંધાયા

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.
READ ALSO
- કુશ્તીબાજ દિવ્યા કાકરાનને સહાય મુદ્દે નવો ટ્વિસ્ટ, ભાજપનો પ્રચાર કરનાર આપને કરે છે બદનામ
- સ્માર્ટફોન ધમાકા/ Moto G32ની ખરીદી પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, 12,000 રૂપિયા સુધીનો આ રીતે મેળવો ફાયદો
- નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 1000 કરોડનું ડ્રગ્સ
- સિધ્ધાંતો કે આગે ઝૂકનેકા નહીં / ‘પુષ્પા’ ફેઈમ અલ્લુ અર્જુને 10 કરોડની ઓફર ફગાવી
- મોદીના ફરમાન પછી સંઘે તિરંગો અપનાવ્યો, કચવાટ થતાં ઈતિહાસ બદલાયો