GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ગુજરાતમાં રોજ 300થી વધુ કેસો નોંધાવાની પરંપરા યથાવત, વાસ્તવિક આંકડા પર પડદો પાડવા સરકારનું નવુ ગતકડું

કોરોના

ગુજરાતમાં કોરોનાનું સંક્ટ હજુય ઘેરાયેલું રહ્યું છે કેમકે,છેલ્લાં એકાદ મહિનાથી ગુજરાતમાં રોજ સરેરાશ 300થી વધુ કેસો નોંધાવવાની પરંપરા આજે ય યથાવત રહ્યું છે. જોકે, રાજ્ય આરોગ્ય વિભાગે આંકડાની માયાજાળ રચીને કોરોનાની વાસ્તવિકતા પર પડદો પાડવા પ્રયાસો કર્યાં છે.ગુજરાતમાં જાણે કોરોના કાબૂમાં આવ્યો હોય તેવુ ચિત્ર ઉભુ કરવામાં આવી રહ્યું છે પણ હકીકત એછેકે,ઓછા ટેસ્ટ કરીને ઓછા દર્દીએ તેવો દેખાડો કરવામાં આવી રહ્યો છે.આજે કેસોની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે.અમદાવાદમાં દેશના બીજા ક્રમે છે.ગુજરાતમાં કોરોનાના કુલ કેસો જે 16 હજારને નજીક છે. એજ પ્રમાણે,કોરોનાનો કુલ મૃત્યુઆંક પણ એક હજારને નજીક પહોચ્યો છે. આજે પણ ગુજરાતમાં નવા 372 કેસો નોંધાયા હતાં જયારે 20 દર્દીઓના મોત થયા હતાં.

ગુજરાતમાં ટેસ્ટના મુદ્દો છેક ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે.હાઇકોર્ટે પણ રાજ્ય સરકારને ફટકાર લગાવી છે તેમ છતાંય હજુય તંત્રમાં સુધાર આવી શક્યો નથી.આજે પણ આરોગ્ય વિભાગ આખાય રાજ્યમાં માત્ર 3433 ટેસ્ટ કર્યા હતાં. આમ છતાંય રાજ્ય આરોગ્ય વિભાગે એવો દાવો કર્યો હતોકે, અત્યાર સુધીમાં ગુજરાતમાં આઇસીએમઆરની ગાઇડલાઇન મુજબ કુલ 2,01,481 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.અમદાવાદમાં પ્રતિ મિલિયન 9414 ટેસ્ટ કરાયાં છે. રાજ્યમાં હાલ 19 સરકારી અને 12 પ્રાઇવેટ લેબમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.

Corona

દરરોજ 300થી વધુ કેસ નોંધાવાનો સિલસિલો યથાવત

રાજ્ય આરોગ્ય વિભાગ સત્તાવાર રીતે એવુ કહે છેકે, ગુજરાતમાં કોરોના અંકુશમાં છે પણ હકીકત એછેકે,રાજ્યમાં રોજ 300થી વધુ કેસો નોંધાઇ રહ્યાં છે. છેલ્લાં એકાદ મહિનાથી કેસોમાં કોઇ ફરક પડયો જ નથી.આજે પણ અમદાવાદ સહિત અન્ય જિલ્લામાં કોરોનાના કુલ મળીને 372 કેસો નોંધાયા હતાં. છેલ્લાં 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં પણ 253 કેસો નોંધાયા હતાં. આ ઉપરાંત સુરતમાં 45,વડોદરામાં 34,ગાંધીનગરમાં 8,મહેસાણામાં 7,છોટાઉદેપુરમાં 7,કચ્છમાં 4,નવસારીમાં 2 કેસો નોંધાયા હતાં. બનાસકાંઠા, અરવલ્લી, રાજકોટ, પંચમહાલ, ખેડા, ભરૂચ, સાબરકાંઠા, વલસાડ, જૂનાગઢમાં એક-એક કેસ નોંધાયો હતો. એક જ દિવસમાં રાજ્યના 19 જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધ્યુ હતું.

જોકે,ગુજરાતમાં કોરોનાના મોતમાં ઘટાડો થયો હતો.આજે કોરોનાએ વધુ 20 દર્દીઓનો ભોગ લીધો હતો.અમદાવાદમાં 18 દર્દીઓએ હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતાં. આ ઉપરાંત સુરતમાં ય બે દર્દીઓના કોરોનાના કારણે મોત થયા હતાં. અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાને લીધે 980 લોકોએ જીવ ગુમાવ્યાં છે.હજુય 68 દર્દીઓ વેન્ટિલેટર પર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં છે.

કોરોના

આઇસીએમઆરની નવી માર્ગદર્શિકા જાહેર થયા બાદ તો જાણે ગુજરાતમાં જ દર્દીઓ વધુ સ્વસ્થ થઇ રહ્યાં છે.રોજ 250થી વધુ લોકોને હોસ્પિટલમાં ડિસ્ચાર્જ આપવામાં આવી રહ્યો છે.આજે સૌથી વધુ 608 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સૌથી વધુ અમદાવાદમાં 468 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી. ગાંધીનગર, સુરત, મહેસાણા, ખેડા, અરવલ્લી, ભરૂચ, બનાસકાંઠા, આણંદ, દાહોદ, નવસારી, વડોદરા, સાબરકાંઠા, પાટણ અને પંચમહાલમાંથી પણ દર્દીઓને રજા અપાઇ હતી.કવોરન્ટાઇનમાં રહેનારાં લોકોની સંખ્યા પણ ઝડપથી ઘટી રહી છે કેમકે, આજે પણ 41 હજાર લોકોને કવોરન્ટાઇનનો સમય પૂર્ણ થતાં મુક્ત કરાયાં હતાં.અત્યારે તો ગુજરાતમાં કુલ 2,72 લાખ લોકો હજુય કવોરન્ટાઇન હેઠળ છે.

આરોગ્ય વિભાગનું નવું ગતકડું, કુલ કેસોને બદલે માત્ર એક્ટિવ કેસો જ દેખાડયા

કોરોનાની મહામારીને રોકવામાં રાજ્ય આરોગ્ય વિભાગ સદંતર નિષ્ફળ નિવડયુ છે.અન્ય રાજ્યોની સરખામણીમાં મોડલ સ્ટેટ ગુજરાતમાં આરોગ્યની સુવિધા કેવી અસરકારક છે તે વાત હવે ખુલ્લી પડી છે.કેરાલા,તામિલનાડુ,દિલ્હીની સરખામણીમાં ગુજરાતમાં ઓછા ટેસ્ટ કરાયાં છે તે જગજાહેર વાત છે.કેસોની સંખ્યા ઓછી દેખાય,કોરોના કાબૂમાં છે તેવુ ચિત્ર ખડુ થાય તે માટે હવે રાજ્ય આરોગ્ય વિભાગે હવાતિયા મારવાનું શરૂ કર્યું છે.ગુજરાતમાં આજની તારીખે કુલ કેસોનો આંકડો 16 હજારને નજીક છે ત્યારે આરોગ્ય વિભાગે કુલ કેસોને બદલે હવે માત્ર એક્ટિવ કેસ જાહેર કરવાનું શરૂ કર્યું છે.અત્યારે રાજ્યમાં માત્ર 6355 એક્ટિવ કેસ છે તેવુ દેખાડી આરોગ્ય વિભાગ પોતાની અસરકારક કામગીરી સાબિત કરવા માંગે છે.પોઝિટીવ કેસોના આંકડા છુપાવી કોરોનાની વાસ્તવિકતા પર પડદો પાડવા પાછળનો તર્ક શું છે તે એક આમ ગુજરાતને સમજાતુ નથી.

Read Also

Related posts

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

અમદાવાદમાં કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની પોલીસે કરી અટકાયત

Nilesh Jethva

અનલોક પાર્ટ-2 શરૂ થતા જ દારૂની ખેપ વધી, રાજસ્થાનથી ઓટો રિક્ષામાં દારૂ લાવતા બે વ્યક્તિની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!