ઓમિક્રોનના ભય વચ્ચે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ નોંધાયા છે. જ્યારે 43 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ અમદાવાદ શહેરમાં સૌથી વધુ 20 નવા કેસ નોંધાયા છે. આજે કોરોનાથી એકપણ વ્યક્તિનું મોત નોંધાયું નથી. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.71 ટકા રહ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 28 હજાર 367ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10,100 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 17 હજાર 687 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. સક્રિય કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 580 એક્ટિવ કેસ છે, જેમાંથી 6 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 574 દર્દીની હાલત સ્થિર છે.
જાણો રાજ્યમાં ક્યા કેટલા કેસ નોંધાયા

સૌરાષ્ટ્ર-દક્ષિણ બાદ હવે ઉત્તર ગુજરાતમાં નોંધાયો ઓમિક્રોનનો પ્રથમ કેસ
અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટની દહેશત વચ્ચે ઉત્તર ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે. મહેસાણાના વિજાપુરમાં 41 વર્ષીય મહિલાનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી આ મહિલા દર્દીને સારવાર માટે વડનગર ખસેડવામાં આવી. પોઝિટિવ આવેલી મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.
મહિલા ઝિમ્બાબ્વેથી આવેલા મુસાફરના સંપર્કમાં આવી હતી. ઓમિક્રોનનો કેસ સામે આવતાં વધુ 10 લોકોના ઓમિક્રોન ટેસ્ટ કરાવાયા છે. રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 5 થઈ ગઇ છે. જેમાં જામનગરમાં 3, સુરત અને વિજાપુરમાં એક-એક કેસનો સમાવેશ થાય છે.

Read Also
- પહેલવાનોના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા CM મમતા બેનર્જી, યુથ કોંગ્રેસે સચિન તેંદુલકરના ઘરની બહાર લગાવ્યા પોસ્ટર
- શરીર પરના તલને આધારે ભવિષ્યકથન, ગોળ દેખાતા તલ શુભ અને ભાગ્યવૃદ્ધિ કરનારા મનાય
- જો તમારો જન્મ ડિસેમ્બરમાં થયો હોય તો જાણો તમારા વ્યક્તિત્વનું રહસ્ય
- લેખક-ફોટોગ્રાફર વિવેક દેસાઈને નિબંધસંગ્રહ ‘બનારસ ડાયરી’ માટે નર્મદ સુવર્ણ ચંદ્રક જાહેર
- કઈ રાશિના લોકોએ હાથ-પગમાં કાળો દોરો ન બાંધવો જોઈએ