GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

સાચવજો / રથયાત્રા પહેલા રાજ્યમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 500થી વધુ કેસો

કોરોના

રાજ્યમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે. સતત કોરોના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાથી ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાય તેવું ભયાવહ ચિત્ર સામે આવી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 500થી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ પછી સુરત, વડોદરામાં કોરોના કેસ વધી રહ્યા છે. અમદાવામાં આજે કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે 1લી જુલાઈના રોજ રથયાત્રા યોજાવવાની છે. તેના પહેલા જ રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. આટલી મોટી સંખ્યામાં કોરોના કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.

રાજ્યના આરોગ્ય વિભાગે જારી કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 529 નવા કેસ નોંધાયા છે. જોકે રાહતની વાત એ છે કે આ દરમિયાન એક પણ મોત નથી થયું. છેલ્લા 24 કલાક દરમિયાન 408 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલ કુલ 2914 એક્ટિવ કેસ છે. જેમાંથી બે દર્દીઓ હાલ વેન્ટીલેટર પર છે. જ્યારે બાકીના 2912 દર્દીઓ હાલ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી 10,946 લોકોના મોત કોરોનાના કારણે થયા છે.

અમદાવાદ કોરોનાનું એપિસેન્ટર બનતું જાય છે. અમદાવાદીઓની બેદરકારીના કારણે કોરોનાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 220 જ્યારે ગ્રામ્યમાં 6 નવા કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં પણ કોરોનાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સુરત કોર્પોરેશનમાં 79 જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 53 નવા કેસ નોંધાયા છે.

ક્યા કેટલે કેસ નોંધાયા

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

સુરત/ અલ્પેશ કથીરિયાના ભાઇએ કરી મારામારી, હોબાળો મચાવતા ઉઠાવી ગઇ ક્રાઇમ બ્રાન્ચ

Bansari Gohel

ટાર્ગેટ કિલિંગ/ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ બે કાશ્મીરી હિંદુ ભાઇઓ પર અંધાધૂંધ વરસાવી ગોળીઓ, એકનું મોત

Bansari Gohel

લહેરા દો…ગુજરાતનું અનોખુ રાષ્ટ્રપ્રેમી ગામડું, જયાં દૈનિક ફરકાવવામાં આવે છે રાષ્ટ્રધ્વજ

Binas Saiyed
GSTV