GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

CORONA / ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 316 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ

ગુજરાતમાં કોરોના (Corona) વાયરસના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. ના ફક્ત કેસમાં પણ હવે મૃત્યુના કેસ પણ સામે આવવા લાગ્યા છે. આજે 28 માર્ચે ગુજરાતમાં કોરોના (Corona) વાયરસના નવા 316 કેસ નોંધાયા છે. જ્યારે 189 દર્દીઓ સાજા થયાં છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. આજે રાજ્યમાં એક પણ વ્યક્તિનું કોરોનાથી મોત નિપજ્યું નથી.

રાજ્યના જિલ્લાઓમાં નોંધાયેલા નવા કેસો
અમદાવાદ જિલ્લામાં 111, સુરત જિલ્લામાં 34, રાજકોટ જિલ્લામાં 30, મોરબીમાં 23, અમરેલીમાં 19, વડોદરા જિલ્લામાં 29, મહેસાણામાં 12, સાબરકાંઠામાં 12, વલસાડમાં 8, કચ્છમાં 7, ભાવનગરમાં 5, ગાંધીનગરમાં 5, ભરૂચમાં 4, જામનગર જિલ્લામાં 5, આણંદ, ખેડા, નવસારી, પાટણ અને સુરેન્દ્રનગરમાં બે-બે કેસ, બનાસકાંઠા અને મહિસાગરમાં એક એક કેસ નોંધાયો છે.

10 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે
રાજ્યમાં છેલ્લા 22 દિવસમાં જ કોરોના (Corona) ના કારણે 6 વ્યક્તિના મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11053 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 1976 એક્ટિવ કેસ છે. 10 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 1966 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.98 ટકા થઈ ગયો છે.

READ ALSO

Related posts

‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન

Nakulsinh Gohil

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો

Nakulsinh Gohil

બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે

Hardik Hingu
GSTV