GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

Gujarat Corona Update / છેલ્લા 24 કલાકમાં 25ના મોત, રાજ્યમાં કોરોનાના કેસો ઘટ્યા પણ મોતનો આંકડો વધ્યો

કોરોના

સતત વધી રહેલા કોરોના સંક્રમણથી રાજ્યના લોકોને થોડી રાહત મળી છે. બે દિવસથી કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. જોકે આ બે દિવસ દરમિયાન મૃત્યુઆંકે ચિંતા વધારી છે. આજરોજ 25 લોકોના મોત કોરોના ના કારણે થયા છે. જ્યારે ગતરોજ 19 લોકોના મોત કોરોના કારણે થયા હતા. છેલ્લા 24 કલાક દરમિયાન આજરોજ 13,805 નવા કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 13,805 કોરોનાના કેસો નોંધાયા છે. જ્યારે આ દરમિયાન 25 દર્દીના મોત થયા છે. તેની સાથે જ મત્યુઆંક 10,247એ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થનાર દર્દીઓ પણ વધી રહ્યા છે. રાજ્યના 13,469 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે જ સાજા થનાર દર્દીઓની સંખ્યા 9,30,938એ પહોંચી છે.

અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસો

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કોરોનાના કેસો હવે ઓછા થઈ રહ્યા છે. એક સમયે અમદાવાદમાં 8 હજારથી વધુ કોરોનાના કેસો નોંધાઈ રહ્યા હતા, ત્યારે હવે આ સંખ્યા 4 હજારે પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 4341 કોરોના સંક્રમિતો નોંધાયા છે. જ્યારે આ દરમિયાન વધુ 6 કોરોના દર્દીઓના મોત થયા છે. ઉપરાંત વડોદરા કોર્પોરેશનમાં 2,534 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન વધુ 3 લોકોના મોત કોરોનાના કારણે થયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

શાહનો હુંકાર / ગુજરાતમાં સહકારી સંસ્થાઓને મદદ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં

Hardik Hingu

મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા ફફડાટ, પ્રથમ વખત ઝડપથી ફેલાતા B.A.4 વેરિયંટના દર્દી મળ્યા

Zainul Ansari

ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલના વેવાઈના બંગલામાં થયેલી હત્યા કેસનો આરોપી ઝડપાયો

GSTV Web Desk
GSTV