GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

રાજ્યમાં કોરોના સંક્રમણનો મહાવિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 21 હજાર જેટલા કેસ નોંધાયા, 12 દર્દીઓને ભરખી ગયો કોરોના

કોરોના

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની અસર દેખાઈ રહી છે. રાજ્યમાં ઓલ ટાઈમ હાઈ કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 હજાર 966 કોરોનાના નવા કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન 12 લોકોના મોત થયા છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 8391 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 6 લોકોના મોત કોરોનાના કારણે થયા છે.

કેસમાં આજે પણ નવો રેકોર્ડ

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20,966 નવા કેસ
  • આજે 9828 દર્દીઓ સાજા થયા 
  • આજે કોરોનાથી 12 મોત

શહેરોમાં કેસ

  • અમદાવાદ 8391
  • સુરત 3318
  • રાજકોટ 1259
  • વડોદરા 1998
  • રાજ્યમાં એક્ટીવ કેસ 90,726
  • આજે કોરોના વેક્સિનના 2.02 લાખ ડોઝ અપાયા
  • અત્યાર સુધી કુલ 9.55 કરોડ ડોઝ અપાઈ ચુક્યા છે

રાજ્યમાં એક્ટિવ કેસ 90 હજારને પાર

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં 20966 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન 12 દર્દીઓના મોત થયા છે અને 9 હજાર 828 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે એક્ટિવ કેસ પણ 90 હજારને પાર થયાં છે. આજરોજ જાહેર કરેલા આંકડા મુજબ 90,726 એક્ટિવ કેસ છે. તેમાથી 125 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 90,601 દર્દી સ્ટેબલ છે.

233 દિવસ પછી સૌથી વધુ મોત

રાજ્યમાં બીજી લહેરમાં 263 દિવસ અગાઉ 30 એપ્રિલના રોજ સૌથી વધુ 14,605 કેસ નોઁધાયા હતા. જ્યારે 233 દિવસ બાદ આટલાં મોત નોંધાયા છે. અગાઉ 9 જૂને 10નાં મોત નોંધાયા હતા. જ્યારે આજ રોજ 12 લોકોના મોત નોંધાયા છે.

રાજ્યમાં ઓલ ટાઈમ હાઈ કેસ નોંધાયા

રાજ્યમાં આજ રોજ જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 20,966 કેસ નોંધાયા છે. આ આંકડાએ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14,605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1,607 કેસ પર આવી હતી. હવે નવા કેસો 20 હજારને પાર થઈ ગયા છે, જેથી ત્રીજી લહેરની પીક કેટલા કેસ પર આવશે તે જોવાનું રહ્યું?

અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ

અમદાવાદમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. આજરોજ તો શહેરમાં 8 હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 8391 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન વધુ 6 દર્દીઓના મોત થયા છે. સુરતમાં પણ કોરોના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આજરોજ કોર્પેરશનના વિસ્તારમાં 3318 કેસ નોંધાયા છે, જ્યારે આ દરમિયાન 1 દર્દીનું મોત થયું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

શાહનો હુંકાર / ગુજરાતમાં સહકારી સંસ્થાઓને મદદ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં

Hardik Hingu

મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા ફફડાટ, પ્રથમ વખત ઝડપથી ફેલાતા B.A.4 વેરિયંટના દર્દી મળ્યા

Zainul Ansari

ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલના વેવાઈના બંગલામાં થયેલી હત્યા કેસનો આરોપી ઝડપાયો

GSTV Web Desk
GSTV