ગુજરાતમાં ફરીવાર કોરોના વાયરસ વકરી રહ્યો છે. હોળી બાદ રાજ્યમાં ફરીવાર લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 179 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 83 કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં આજે 45 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 655 થઈ ગયો છે. હાલમાં રાજ્યમાં ચાર દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે.

રાજ્યમાં આ વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કેસ પૈકી અમદાવાદમાં સૌથી વધુ કેસ 83, રાજકોટ જિલ્લામાં 19, સુરત જિલ્લામાં 12, મહેસાણા 21, સાબરકાંઠા 8, વડોદરા 5, ભાવનગર 4, ભરૂચ 1, ગાંધીનગર જિલ્લામાં 4, સુરેન્દ્રનગર 3, પોરબંદરમાં 2 કેસ નોંધાયો છે. રાજકોટ, મહેસાણા, સુરત સહિતના વિસ્તારોમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે.
અત્યાર સુધીમાં કુલ 11,047 નાગરિકોને ભરખી ચૂક્યો છે
અત્યાર સુધીમાં કુલ 12,66,881 લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 99.08 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના 655 એક્ટિવ કેસ છે, જેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે આ વાઈરસ અત્યાર સુધીમાં કુલ 11,047 નાગરિકોને ભરખી ચૂક્યો છે.

READ ALSO
- બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી
- સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા
- આને કહેવાય માનવતા / સુરતમાં ટ્રાફિકમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને તડકામાં દોઢ કિલોમીટર દોડીને યુવકે રસ્તો કરી આપ્યો
- મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે
- ફુલ સ્પીડમાં હતી કોરોમંડલ એક્સપ્રેસ, રોકી શકાય તેમ નહોતી, ઓડિશા ટ્રેન અકસ્માત પર રેલવેનું નિવેદન