ગુજરાતમાં ફરીવાર કોરોના વાયરસ વકરી રહ્યો છે. હોળી બાદ રાજ્યમાં ફરીવાર લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. રાજ્યમાં આજે 17 માર્ચે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 121 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 49 કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં આજે 35 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 521 થઈ ગયો છે. હાલમાં રાજ્યમાં ત્રણ દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે.

ક્યાં શહેરમાં કેટલા કેસો નોંધાયા?
રાજ્યમાં આજે અમદાવાદમાં સૌથી વધુ કેસ 49, રાજકોટ જિલ્લામાં 19, સુરત જિલ્લામાં 15, મહેસાણા 11, સાબરકાંઠા 6, વડોદરા 4, ભાવનગર 3, વલસાડ 3, બનાસકાંઠા 2, ભરૂચ 2, ગાંધીનગર 2, સુરેન્દ્રનગર 2, દાહોદ 1, નવસારી 1, પોરબંદરમાં 1 કેસ નોંધાયો છે. રાજ્યમાં આજે 35 દર્દીઓ સાજા થયા કોરોનાનો રિકવરી રેટ 99.10 ટકા પર પહોંચ્યો છે.

અત્યાર સુધીમાં કુલ 11,047 નાગરિકોના મોત
અત્યાર સુધીમાં કુલ 12,66,836 લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 99.10 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના 521 એક્ટિવ કેસ છે, જેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે આ વાઈરસ અત્યાર સુધીમાં કુલ 11,047 નાગરિકોને ભરખી ચૂક્યો છે.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં