GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ગુજરાતમાં Corona બેકાબૂ, છેલ્લાં 24 કલાકમાં 620 પોઝીટીવ કેસ અને 20 લોકોનાં મોત

Corona

ગુજરાતમાં પ્રતિદિન કોરોનાના કેસની સંખ્યા વધતી જ જઇ રહી છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 620 કેસ નોંધાયા છે. તો કુલ 20 લોકોના મોત થઇ ગયા છે. જેમાં અમદાવાદમાં 9, સુરતમાં 4, વડોદરામાં 2, ગાંધીનગરમાં 2 જ્યારે જૂનાગઢ, પાઠણ અને નવસારીમાં 1-1 દર્દીના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ 620 કેસ પૈકી એકલા અમદાવાદમાં 197 કેસ, સુરતમાં 199 કેસ નોંધાયા છે. તો વડોદરામાં 52 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 422 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. તો રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 3 લાખ 73 હજાર 663 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 620
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 32643
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 20
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 422
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 23670
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 6928

જામનગરમાં Coronaનો કહેર

જામનગર જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગના નાયબ ચીટનીશ બાદ વધુ એક સિનિયર ક્લાર્કને Corona પોઝિટિવ આવ્યો છે.

ભાવનગરમાં 1 કેસ પોઝીટિવ

ભાવનગર શહેરમાં વધુ એક Coronaપોઝિટિવ કેસ નોંધાયો છે.  હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.  નર્સિંગ છાત્રાલય સ્ટાફ કવાર્ટર વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીનો રિપોર્ટ પોઝિટિવ  આવ્યો છે. આજના દિવસમાં જિલ્લામાં 7 મો કેસ નોંધાયો છે.

અમદાવાદમાં 1 કોર્પોરેટરને થયો Corona

અમદાવાદમાં વધુ 1 કોર્પોરેટર Coronaની ઝપેટમાં આવ્યા છે. કોંગ્રેસના કાઉન્સિલરને Corona પોઝિટિવ આવ્યો છે. વિરાટનગરના કાન્સિલર રણજિત બારડનો Corona રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

READ ALSO

Related posts

મનની મનમાં રહી જશે: કોંગ્રેસના આ ધારાસભ્યે એવું કહી દીધું કે, સચિન પાયલોટને છોડો, હવે સિંધિયાને પણ ઊંઘ નહીં આવે

Pravin Makwana

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva

કોરોનાની મહામારી વચ્ચે તબીબે આરોગ્ય કેન્દ્રમાં કરી જન્મ દિવસની ઉજવણી, સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવની તસવીરો વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!