GSTV
Gujarat Government Advertisement

દર્દનાક /ગુજરાતના એ 5 હજારથી વધુ આત્માઓને ભગવાન શાંતિ આપે, જેને કાળમુખો ભરખી ગયો

Last Updated on April 15, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતમાં સાવધ રહેજો, કાળમુખા કોરોનાથી 5 હજારથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. છેલ્લા એક મહિનાથી કોરોનાની વિકરાળ સ્થિતિ સર્જાઈ છે. છેલ્લાં 15 દિવસમાં 500થી વધુ મોત ગુજરાતમાં થયા છે. ગુજરાતે અત્યાર સુધીમાં 5076 લોકોને ગુમાવ્યા છે. ગુજરાતમાં કોરોના સંક્રમણને લીધે મોતનો આંક સતત ઊંચો જઈ રહ્યો છે. ગુજરાતે પોતાના 5 હજારથી વધુ લોકોને કોરોનાના કાળ ખપ્પરમાં હોમાતા જોયા છે. આ પરિવારોએ પોતાના મોભી ખોયા છે.કોરોનાથી થયેલા મોતમાં કેટલાય પરિવારો વિખાઈ ગયા છે. ભગ્ન હૃદયે એવા આત્માઓને ભગવાન શાંતિ અર્પે.

કોરોનાની સારવાર માટે પણ લાઈનો લાગી છે. લોકોને એક જવિનંતી કે તેઓ સોશ્યલ ડિસ્ટન્સ જાળવે, રસીકરણ અપનાવે. ભીડભાડમાં જવાનું ટાળે. કામ વગર ઘરની બહાર જવાનું પણ ટાળો. નાના બાળકોમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. હવે મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.

corona death 15th april 2021

ગુજરાતમાં છેલ્લાં 15 દિવસમાં 68 હજાર લોકોને સ્પર્શી ગયો કોરોના, બુલેટ ગતિએ એક્ટિવ કેસ વધીને 44 હજારને પાર

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. કોરોના સંક્રમણના કેસો જે ઝડપે વધે છે સાજા થનારાની સંખ્યા સાવ નામ માત્ર છે. રાજ્યમાં 8 હજારથી વધુ સંક્રમિતોની સામે સાજા થનારાઓની સંખ્યા 3 હજાર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જ એક્ટિવ કેસની સંખ્યામાં 5 હજારથી વધુ દર્દીઓનો વધારો થયો છે. રાજ્યમાં બુલેટ ગતિએ બુલડોઝર ફેરવતા કોરોના સામે તંત્ર સહિત બધા જ લાચાર બની ગયા છે. એપ્રિલમાં કોરોનાની ગતિ તિવ્ર બની છે.

corona death

એક્ટિવ કેસની ગતિમાં પણ તીવ્ર ઉછાળો

રાજ્યમાં 31 માર્ચના 12610 જેટલા એક્ટિવ કેસ હતા જે આજે એપ્રિલના 15 દિવસમાં ગુજરાતની પત્તર ફાડવા બેઠો હોય તેમ 44298 લોકો હજુ પણ સંક્રમિત છે. હોસ્પિટલો અને સ્મશાનોમાં વેઈટિંગ છે. મોતનો કાળ પંજો ફેલાવી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં નહોતો ડર અને ભય તેટલો ભય ફક્ત 1 મહિનામાં કોરોનાએ ફેલાવ્યો છે.

CORONA DEATH

ગુજરાતનો રિકવરી રેટ ઘટીને 86.86 ટકાએ પહોંચી ગયો

રાજ્ય સરકાર જે વાતનો હરખ લે છે કે રિકવરી રેટ વધ્યો પરંતુ ગુજરાતનો રિકવરી રેટ ઘટીને 86.86 ટકાએ પહોંચી ગયો છે. જે અગાઉ 95 ટકાથી પણ વધારે હતો. ગુજરાતમાં કોરોનાના સંક્રમણની સાથે સાથે મોતની સંખ્યા પણ વધી રહી છે. હાલમાં જે સ્થિતિમાં સ્મશાનોમાં છે તે જોતાં મોતનો આંક મામલે લોકોને વિશ્વાસ આવતો નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જ 81 થી વધારે લોકોના મોત નોંધાયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ગીર સોમનાથ: હરણાસા ગામના યુવાનોએ સેવાનું અનોખુ ઉદાહરણ પૂરુ પાડ્યું, ગૌશળામાં 14 બેડની આઈસોલેશન વ્યવસ્થા ઉભી કરી

Pravin Makwana

અમરેલી: કડવા પાટીદાર સમાજે ગામમાં બનાવ્યુ 50 બેડનું કોવિડ કેર સેન્ટર, વિના મૂલ્યે અપાશે તમામને સારવાર

Pravin Makwana

આજે નર્સિંગ ડે : કોરોના મહામારીમાં હોસ્પિટલના વોર્ડને બીજુ ઘર બનાવ્યું, હાથમાં ફ્રેક્ચર સાથે વેક્સિનેશન ડ્રાઈવમાં નોકરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!