GSTV
ટોપ સ્ટોરી

BREAKING : ગુજરાતમાં થર્ડવેવનું આગમન! આજ રોજ કોરોનાના રેકોર્ડબ્રેક 200થી વધુ કેસ, ઓમિક્રોનનો પણ ફાટ્યો રાફડો

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 204 રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 65 લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. આ સાથે રાજ્યમાં આજ રોજ 4,02,136 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 98.65 ટકાએ પહોંચ્યો છે. મહત્વનું છે કે, રાજ્યમાં કોરોનાનાં કુલ 8,29,563 કેસ નોંધાયા છે તો કુલ 8,18,363 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

અમદાવાદમાં આજ રોજ કોરોનાના સૌથી વધુ 100 કેસ

જો કે, અહીં ચિંતાજનક બાબત એ છે કે, આજ રોજ કોરોનાના કેસોએ ડબલ સેન્ચ્યુરી મારી દીધી છે. એમાંય અમદાવાદની સ્થિતિ સૌથી વધુ ચોંકાવનારી છે. જેમાં અમદાવાદમાં આજ રોજ કોરોનાના નવા કુલ 100 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1086

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યાની વાત કરીએ તો રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1086 છે. જેમાં 14 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 1072 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 8,18,363 એ પહોંચી છે. તો કુલ મૃત્યુઆંક 10,114 એ પહોંચ્યો છે.

રાજ્યમાં આજ રોજ ઓમિક્રોનના નવા 24 કેસ

આ સાથે જ રાજ્યમાં આજ રોજ નોંધાયેલા ઓમિક્રોનના નવા કેસની સંખ્યા 24 થઇ છે. એમાંય અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 13 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં નોંધાયા ઓમિક્રોનનાં સૌથી વધુ કુલ 24 કેસ

અમદાવાદમાં સૌથી વધુ કુલ 24 કેસ નોંધાયા છે. જેથી અમદાવાદીઓ માટે આ એક ચિંતાજનક બાબત છે. હાલમાં રાજ્યમાં ઓમિક્રોનનાં કુલ 73 કેસો નોંધાયા છે. જે સૌથી ચોંકાવનારી બાબત કહેવાય.

GSTV

READ ALSO :

Related posts

મોટા સમાચાર/ કાબુલની મસ્જિદ અને મિનિ બસોમાં ચાર વિસ્ફોટ : 16થી વધુના મોત, અનેક ઘાયલ

Bansari Gohel

BIG BREAKING: એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ પર IT ના દરોડા, 200 અધિકારીઓ પોલીસ કાફલા સાથે 35થી 40 સ્થળે પાડી રેડ

pratikshah

પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ! ઇસ્લામાબાદમાં સમર્થકોએ મેટ્રો સ્ટેશનને ચાંપી આગ, પોલીસે સેંકડો વિરોધીઓની કરી અટકાયત

Binas Saiyed
GSTV