GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

ગુજરાતમાં Coronaનો આંતક યથાવત, છેલ્લાં 24 કલાકમાં 725 કેસ પોઝીટીવ સાથે 18 લોકોનાં મોત

ગુજરાતમાં Coronaના રેકોર્ડબ્રેક કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. રાજ્યમાં Coronaના રેકોર્ડબ્રેક 725 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 18 દર્દીઓના મોત થયા છે. જેમાંથી અમદાવાદમાં 9, સુરતમાં 6, જામનગર, ગાંધીનગર અને ખેડામાં 1-1 દર્દીના મોત થયા છે. તો રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1945 લોકોના મોત થઇ ચૂક્યા છે. તો છેલ્લા 24 કલાકમાં 486 દર્દીઓ સાજા થયા છે. જે મળીને અત્યારસુધીમાં ગુજરાતમાં કુલ 25 હજાર 900 લોકો સાજા થયા છે. જ્યારે રાજ્યમાં હાલમાં 8206 કોરોનાના દર્દી સારવાર હેઠળ છે. જ્યારે 72 લોકોની હાલત ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તો રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 4 લાખ 12 હજાર 124 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Corona નવા કેસની સંખ્યા – 725
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 36,123
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 18
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 486
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 25,900
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 8278

વડોદરામાં આજે 64 કેસ નોંધાયા

વડોદરામાં આજે 64 નવા કેસો નોંધાયા છે. આ કેસો કારેલીબાગ, વાઘોડીયારોડ, ચોખંડી, માંજલપુર, કલાલી, વાડી, અટલાદરા, મકરપુરા, ડભોઇ રોડ, તરસાલી, ફતેપુરા, ગોરવા, નવાપુરા, દંતેશ્વર, માંડવીમાં નોંધાયા છે. તો ગ્રામ્યમાં પાદરા, દશરથ, બાજવા, શિનોર, ધનીયાવી, ડભોઇમાં નોંધાયા છે.

અમદાવાદમાં કાઉન્સિલર Coronaની ઝપેટમાં

કોરોનાનું સંકટ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે અમદાવાદના વધુ એક કાઉન્સિલર Coronaની ઝપેટમાં આવ્યા છે. શહેરના બોડકદેવ વિસ્તારના કાઉન્સીલર કાંતિભાઇ પટેલનો કોરોના પોઝિટીવ રીપોર્ટ આવ્યો છે .જેને પગલે કાંતિભાઇ પટેલ હોમ ક્વોરોનટાઈન થયા છે.

ધોરાજીમાં 11 કેસ પોઝીટીવ

રાજકોટના ધોરાજીમાં આજે ફરી Coronaના 11 કેસ પોઝિટિવ આવ્યા છે.જેના કારણે જિલ્લા વિકાસ અધિકારી..જિલ્લા આરોગ્ય અધિકારી સહિતની ટીમ ધોરાજીમાં દોડી આવી હતી. ધોરાજીમાં આજથી જ પાંચ ટીમો બનાવીને વોર્ડ નંબર એકથી નવમાં પેટ્રોલિંગ સાથે વોચ રાખવા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો હતો.

હળવદમાં 20 લોકોના ટેસ્ટ કરાયા

ગઈકાલે હળવદમાં કુલ 20 લોકોના Corona ટેસ્ટ કરવામાં આવ્યા હતા…જેમા 67 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેના કારણે તંત્ર એલર્ટ થઈ ગયું છે. અને દર્દીની આજુબાજુના 7 ઘરને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!