GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

આજના દિવસમાં 10 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાનો આંકડો બન્યો ચિંતાજનક

દેશમાં હવે કોરોના વાયરસનો કહેર ધીમે ધીમે વધતો જાય છે. ત્યારે ગુજરાતમાં પણ સ્થિતી ધીમે ધીમે વકરતી જાય છે. ત્યારે ગુજરાતમાં મંગળવારના દિવસે સવારથી લઈ અત્યાર સુધીમાં 10 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે હવે રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 175 થઈ છે. જ્યારે આજના દિવસે સુરત અને પાટણમાં કોરોનાના કારણે એક એક દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા 175 પહોંચી

રાજયમા કોરોનાના કેસમાં ઉત્તરોઉત્તર વધારો તો થઇ રહ્યો છે. આજના દિવસના 10 નવા કેસ નોંધાતા કુલ આંકડો 175 થયો છે. જ્યારે પાટણમાં સિદ્ધપુરના અને સુરતમાં એક-એક દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 14 થયો છે. રાજ્યમાં સૌથી વધુ 83 કેસ અમદાવાદમાં નોંધાયા છે. નવા જે 19 કેસ નોંધાયા તેમાં અમદાવાદમાં 13 કેસ નોંધાયા છે. તો ચાર દર્દી વેન્ટીલેટર પર છે. આજે અમદાવાદમાં 13, પાટણમાં 3, સુરતમાં 3, જ્યારે રાજકોટ, ભાવનગર, હિંમતનગર અને આણંદમાં એક-એક કેસ નોંધાયો છે. આ ઉપરાંત રાજયના કુલ ર૪ વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરાયા છે. જેમાં એક લાખ ૪પ હજાર લોકોને સંપૂર્ણ લોકડાઉન કરાયા છે. આ લોકડાઉનના કડક અમલ માટે પોલીસ ઉપરાંત રાજયભરમાં ૩ર૮ હેલ્થ કર્મચારીઓની ૭૪ ટીમ કામ કરી રહી છે.

ગુજરાતમાં આજે બે દર્દીઓના મોત

ગુજરાતમાં આજે પાટણ અને સુરતમાં કોરોના પોઝિટીવ દર્દીઓના મોત થયા છે. ગુજરાતમાં કોરોના પોઝિટીવની સંખ્યાનો આંકડો ધીમે ધીમે વધતો જાય છે, ત્યારે તાજેતરની સ્થિતી પ્રમાણે રાજ્યમાં કુલ 165 દર્દી સામે આવ્યા છે, જેમાંથી પાંચ કેસ પાટણમાં પણ આવ્યા છે. આ ઘટના બાદ આજે સિદ્ધપુરને સંપૂર્ણ પણે સીલ કરી દેવાયું છે. આ તમામની ઘટનાની વચ્ચે પાટણના એક દર્દી કે, જે કોરોના પોઝિટીવ હતો, આ 45 વર્ષિય દર્દીનું આજે મોત થયું છે. આ કોરોના પોઝિટીવ દર્દીનું ધારપુર સિવિલમાં મોત થયું છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યાંક 14 થયો છે. રાજ્યમાં આજના દિવસમાં કુલ 19 કોરોનાના નવા દર્દીઓ સામે આવ્યા છે.

રાજ્યમાં ક્યાં શહેરમાં કેટલાં કેસ?

શહેરકેસ
અમદાવાદ83
વડોદરા12
સુરત22
રાજકોટ11
ગાંધીનગર13
કચ્છ02
ભાવનગર14
ગીર-સોમનાથ02
મહેસાણા02
પંચમહાલ01
પાટણ05
છોટાઉદેપુર01
પોરબંદર03
મોરબી01
જામનગર01
હિંમતનગર01
આણંદ01

દેશમાં છે કોરોનાની આવી સ્થિતી

કોરોનાના સંકટથી અપાયેલા લોકડાઉનના 14 દિવસ પૂર્ણ થઇ રહ્યા છે. પરંતુ દેશભરમાં કોરોનાના કુલ પોઝીટીવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના કુલ સંક્રમિત કેસોની સંખ્યા 4 હજાર 858ને પહોંચી ગઇ છે. જ્યારે કે, મૃત્યુઆંક 136 સુધી પહોંચ્યો છે. ભારતમાં કોરોનાના સૌથી વધુ કેસ અને મોત મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 890થી વધુ પોઝીટીવ કેસ અને મૃત્યુઆંક 52ને પાર છે. જ્યારે 256 પોઝીટીવ કેસ થયા છે. મધ્યપ્રદેશમાં કોરોનાથી મૃત્યુઆંક 18 સુધી પહોંચી ગયો છે. જ્યારે તેલંગાણામાં અત્યાર સુધી 11 લોકોના મોત થયા છે. રાજધાની દિલ્હીમાં કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યા 525 થઈ છે.

READ ALSO

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva

દીવ હોટેલ એસોસિએશન હજુ હોટેલો ખોલવા નથી તૈયાર, આ વાતનો છે ડર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!